કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા પર ગેનીબેનનું નિવેદન, ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે
ફરી એકવાર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે અને સીજે ચાવડાએ રાજીનામું ધર્યુ છે. આમ કોંગ્રેસના તૂટવા દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યુ છે કે, ભાજપ દ્વારા કોંગ્રેસનો ભરતી મેળો કરવામાં આવી રહ્યો છે. ભાજપ ચૂંટણી આવે એટલે આ રીતે ભરતી મેળો છે. કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે.
કોંગ્રેસને વધુ એક ધારાસભ્યે રામ રામ કર્યા છે. હવે વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ રાજીનામું ધર્યુ છે. આ સાથે જ કોંગ્રેસના સિનિયર નેતાએ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. આ દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. તો કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે નિવેદન કર્યુ છે, ભાજપ કોંગ્રેસનો ભરતી મેળો કરી રહી છે.
આ પણ વાંચો: ગુજરાત સરકાર ખરીદી રહી છે અશ્વ, ઘોડા વેચવા ઇચ્છતા પાલકો માટે મોટી તક, જુઓ
ગેનીબેઠ ઠાકોરે કહ્યુ હતુ કે, જ્યારે ચૂંટણી આવે ત્યારે ભાજપ કોંગ્રેસ વાળાને લઈને ચૂંટણીઓ જીતે છે. જો તેમના વિકાસ અને શાસનની ક્રેડિટ હોય તો કોંગ્રેસના લોકો લઈ જવાની જરુર ભાજપને નથી. કોંગ્રેસની ક્રેડિટ પર ભાજપ ચૂંટણી જીતે છે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 20, 2024 10:53 PM
