Devbhumi Dwarka Video : ખંભાળિયામાં ગાયોને પકડી ખાનગી પાંજરાપોળમાં મોકલવાનું કારસ્તાન, ગૌભક્તોના આક્ષેપથી ખળભળાટ
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ઢોર પકડવાની કામગીરી સામે ગૌભક્તોમાં રોષ વ્યક્ત કર્યો છે. ખંભાળિયા પાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સ્થાનિકો તથા ગૌભક્તો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગાયોને પકડી ખાનગી પાંજરાપોળમાં મોકલવાનું કારસ્તાન હોવાનો પણ આક્ષેપ લગવવામાં આવ્યો છે. ખંભાળિયા પાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા છેલ્લા 5 દિવસમાં 50 ગાયોને પકડી છે.
Dwarka Video : દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં ઢોર પકડવાની કામગીરી સામે ગૌભક્તોમાં રોષ વ્યક્ત કર્યો છે. ખંભાળિયા પાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સ્થાનિકો તથા ગૌભક્તો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગાયોને પકડી ખાનગી પાંજરાપોળમાં મોકલવાનું કારસ્તાન હોવાનો પણ આક્ષેપ લગવવામાં આવ્યો છે. ખંભાળિયા પાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા છેલ્લા 5 દિવસમાં 50 ગાયોને પકડી છે.
તેમજ ગૌરક્ષકોએ પણ પાલીકાએ પકડેલી ગાયો છોડાવવાનો પ્રયાસ કરતા મામલો ગરમાયો હતો. જ્યારે પાલીકાની ટીમ દ્વારા જે પણ ઢોર પકડવામાં આવ્યા હતા. તેમાં એક પણ આખલાને નથી પકડ્યા. ખંભાળિયા પાલિકાની ઢોર પકડવાની ટીમ દ્વારા રખડતા આખલાઓને બદલે માત્ર ગાયોને પકડવામાં આવતા ગૌભક્તોમાં નારાજગી સાથે રોષ પણ જોવા મળ્યો છે.
