અમદાવાદની સાબરમતી નદીને સ્વચ્છ કરવા આ સંસ્થા આગળ આવી

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતી નું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે. ગંગાની સફાઇ બાદ સાબરમતી સફાઇ બાબતે “ગંગા સમગ્ર” એ કામગીરી કરવા સંકલ્પ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 8:39 AM

અમદાવાદની(Ahmedabad)સાબરમતી નદીને(Sabarmati River)વધુ પ્રદૂષિત(Pollution)થતી બચાવવા માટે ઉત્તર પ્રદેશની “ગંગા સમગ્ર”(Ganga Samagra) સંસ્થા આગળ આવી છે. જેમાં “ગંગા સમગ્ર” સંસ્થાના અગ્રણી અમદાવાદ આવ્યા હતા. તેમણે પોતાના વોલયન્ટર સાથે સાબરમતી નદીની આરતી કરીને તેને સ્વચ્છ કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમજ સાબરમતીને ને સ્વચ્છ કરવા માટે અભિયાનની શરૂઆત પણ કરી હતી.

ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ પણ સાબરમતી નું પ્રદૂષણ ન અટકતા સ્વૈચ્છિક સંસ્થાઓ હવે એક્શનમાં આવી છે. ગંગાની સફાઇ બાદ સાબરમતી સફાઇ બાબતે “ગંગા સમગ્ર” એ કામગીરી કરવા સંકલ્પ લીધો છે.સાબરમતી નદી દિવસે દિવસે પ્રદૂષિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે નિષ્ક્રિય જોવા મળ્યું છે બંને વિભાગના અધિકારીઓને સાબરમતીમાં થતાં પ્રદૂષણને રોકવા માં સહેજ પણ રસ ન હોય તેવું જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઇકોર્ટે હાલમાં સાબરમતી નદીના વધી રહેલા પ્રદૂષણને લઇને આકરું વલણ અપનાવ્યું છે. તેમજ સત્તાધીશોને જવાબદાર લોકો સામે પગલાં લેવા આદેશ કર્યો છે. તેમજ નદીમાં ઠલવાતા પ્રદૂષણ પાણીને તાત્કાલિક બંધ કરવા માટે પણ આદેશ આપ્યો છે.

જો કે નદીને શુદ્ધ બનાવવા માટે મ્યુનિ.તંત્રના સત્તાધીશો દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં ૧૦ કરોડ રૂપિયાની જોગવાઇ કરી હતી. આટલી માતબર રકમની ફાળવણી છતાંય સાબરમતી નદી પૂરેપૂરી શુદ્ધ થઇ નથી. રહેણાંક વિસ્તારોનું ગટરોનું બધુ ગંદુ પાણી સીધેસીધું સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે, જે પ્રદુષણ વધારી રહ્યું છે

આ પણ વાંચો : નવસારીના વાડી વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો, પાણીજન્ય રોગોએ માથું ઉચક્યું

આ પણ વાંચો : અમદાવાદ : સીએનજીમાં ભાવવધારો થતાં રિક્ષાચાલકોની ભાડા વધારાની માંગ

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">