ગાંધીનગર વીડિયો : કલોલ નગરપાલિકામાં ચેરમેન પસંદગીનો વિવાદ વધુ વકર્યો, ભાજપના કુલ 12 કોર્પોરેટર્સના રાજીનામા
કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ગઇકાલે ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપ્યુ હતુ. બીજી તરફ વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટરોને માત્ર સત્તાની લાલચ છે. તેમને પ્રજાની સમસ્યામાં કોઇ રસ નથી. બીજી તરફ ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યાં છે.
ગાંધીનગરના કલોલમાં ભાજપનો આંતરિક વિખવાદ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેન પસંદગીનો વિવાદ વધુ વકર્યો છે. ચેરમેનની વિરૂદ્ધમાં આજે વધુ 3 કોર્પોરેટરોએ રાજીનામા ધરી દીધા છે. આ સાથે રાજીનામું આપનારા કોર્પોરેટરોનો આંકડો 12 પર પહોંચ્યો છે. જેને પગલે રાજકારણ ગરમાયું છે.
કલોલ નગરપાલિકામાં કારોબારી ચેરમેનના વિવાદમાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. ગઇકાલે ભાજપના 9 કોર્પોરેટરોએ રાજીનામું આપ્યુ હતુ. બીજી તરફ વિપક્ષનો આક્ષેપ છે કે ભાજપના કોર્પોરેટરોને માત્ર સત્તાની લાલચ છે. તેમને પ્રજાની સમસ્યામાં કોઇ રસ નથી.
આ પણ વાંચો-આજની ઇ-હરાજી : પોરબંદરના કુતિયાણામાં વિશાળ ઘરની ઇ-હરાજી,ઓછી કિંમતમાં મિલકલતના માલિક બનવાની તક
તો બીજી તરફ ગાંધીનગર ભાજપ જિલ્લા પ્રમુખે કોંગ્રેસના આક્ષેપો ફગાવ્યાં અને કહ્યું કે ભાજપમાં કોઈ લોભ લાલચ અને હોદ્દાની હરીફાઈ નથી. પાર્ટીએ દરેકને જવાબદારી આપી છે. કોંગ્રેસની વાતમાં કોઈ તથ્ય નથી.