કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નારદીપુરમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપી, ગામને લીલુંછમ કરવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે(Amit Shah) વધુમાં જણાવ્યું કે નારદીપુરના નગરજનોની જવાબદારી આ ગામમાં માત્ર તળાવ બાંધવા સુધી સીમિત નથી પરંતુ બ્યુટીફિકેશન કરી ગામને લીલુંછમ કરવાનું કહ્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2022 | 5:21 PM

ગુજરાત(Gujarat)  વિધાનસભાની ચૂંટણીને લઇને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) તેમની લોકસભાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઇને જનસંપર્ક વધાર્યો છે. જે અંતર્ગત અમિત શાહે ક્લોલના નારદીપુર ગામમાં વૃક્ષારોપણ(Tree Plantation)  કાર્યક્રમમાં હાજરી આપી.. અમિત શાહે જણાવ્યું કે નારદીપુરના નગરજનોને મેં માત્ર તળાવ બાંધવા સુધી નહીં પરંતુ બ્યુટીફિકેશન કરી ગામને લીલુંછમ કરવા આહ્વાન કર્યું હતું.. આજે નારદીપુરમાં નક્ષત્ર પ્રમાણે 4 હજાર વૃક્ષો વાવવામાં આવ્યા છે… તેમણે કહ્યું કે વડાપ્રધાને ગાંધીનગર જિલ્લામાં 75 તળાવ બનાવ્યા છે.. જે પૈકી 10 મોટા તળાવોનું બ્યુટિફિકેશન કરવાની મારી નેમ છે.

લોકો ભક્તિભાવથી કૃષ્ણ જન્મ દિવસ ઉજવે છે

આ ઉપરાંત તેમણે જન્માષ્ટમી પર્વની શુભેચ્છાઓ આપી હતી. તેમજ કહ્યું હતું કે દેશમાં દ્વારકાથી આસામ ,વૈષ્ણવો દેવીથી કન્યાકુમારી સુધી તમામ લોકો ભક્તિભાવથી કૃષ્ણ જન્મ દિવસ ઉજવે છે. 5100 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના જીવનનો અભ્યાસ કરીએ તો એમ થાય કે કેવી રીતે શક્ય છે. કોઈ એમને મોભી, સંગીતકાર, ગીતા રચિયિતા, કંસનો વધ કરનાર મલ્લ રણનીતિકાર કહે .એક જ જન્મમાં તેમણે અનેક કામ કર્યા છે. તેવો માનવ જીવનને અધર્મથી ધર્મ તરફ લઈ ગયા છે. તેમજ તેમણે સંભવામી યુગે યુગેનો નારો આપ્યો છે. તેથી આજના દિવસે દેશભરના અનેક મંદિરોમાં અધર્મનો નાશ કરી ધર્મનું સ્થાપન કરવા પ્રાર્થના કરશે.

10 મોટા તળાવોની બ્યુટિફિકેશનની મારી નેમ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું કે નારદીપુરના નગરજનોની જવાબદારી આ ગામમાં માત્ર તળાવ બાંધવા સુધી સીમિત નથી પરંતુ બ્યુટીફિકેશન કરી ગામને લીલુંછમ કરવાનું કહ્યું હતું. આજે આ ગામમાં નક્ષત્ર પ્રમાણે 4000 વૃક્ષ વાવવામાં આવ્યા છે. નક્ષત્ર પ્રમાણે વૃક્ષમાં ઉપાય હોય છે એટલે નક્ષત્ર પ્રમાણે વૃક્ષ વાવવા જોઈએ. મેં વટવૃક્ષ સાથે આંબો વાવ્યો છે. ગામ લોકોને સલાહ છે ગમે એટલી વસ્તી વધે ગટરનું પાણી તળાવમાં ન જાય એની તકેદારી લેવાની અને જાળવવાની જવાબદારી ગ્રામજનોની છે. જેમાં પીએમએ ગાંધીનગર જિલ્લામાં 75 તળાવ બનાવ્યા છે એમાંથી 10 મોટા તળાવોની બ્યુટિફિકેશનની મારી નેમ છે. તેમજ ગામના જુવાનિયાઓને તળાવની સ્વચ્છતા અને જાળવણીની ચિંતા કરવા અપીલ કરી છે તેમજ તેની માટે એક કમિટી બનાવવા સૂચન પણ કર્યું છે.

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">