Gandhinagar : સાબરમતી નદી પાસે ભેખડ ધસી પડતા બેના મોત, એકનો આબાદ બચાવ

ભેખડ ધસી પડતાં બેના મોત થયા છે. ગાંધીનગરના વલાદ ગામે સાબરમતી નદી પાસે આ ઘટના બની હતી.

Gandhinagar : ભેખડ ધસી પડતાં બેના મોત થયા છે. ગાંધીનગરના વલાદ ગામે સાબરમતી નદી પાસે આ ઘટના બની હતી. ટ્રેક્ટરમાં માટી ભરવાનું કામ ચાલુ હતું તે દરમિયાન ઘટના બની છે. ઘટના દરમિયાન 1 વ્યક્તિનો આબાદ બચાવ થયો છે. જયારે બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. બંને મૃતક વલાદ ગામના રહેવાસી હોવાની વિગતો સામે આવી છે.

 

 

ગાંધીનગરનાં વલાદ ગામના રહેવાસી ભરતજી ડાહ્યાજી ઠાકોર તેમજ આ-જ ગામના રહેવાસી મહેશભાઈ પટેલ સાબરમતી નદીમાંથી માટી કાઢવા માટે ટ્રેકટર લઈને ગયા હતા. તે વખતે ટ્રેકટરના ડ્રાઈવરે નદીનાં કોતરમાં ઊંડા ખાડા સુધી ટ્રેકટર લઈ જવાયું હતું. તે વખતે અચાનક હજારો ટન વજનની ભેખડ ટ્રેકટર પર ધસી પડી હતી જેનો ટ્રેકટરનાં ડ્રાઇવરને ખ્યાલ આવી જતાં તે થોડોક દૂર ભાગી ગયો હતો, પરંતુ ટ્રેકટરનાં ટેલર ઉપર વિશાળ ભેખડની માટી ધસી પડતાં ભરતજી ઠાકોર અને મહેશ પટેલ નીચે દબાઈ ગયા હતા.

Click on your DTH Provider to Add TV9 Gujarati