Gandhinagar : સ્વીટી પટેલ હત્યા કેસમાં હાડકાંમાંથી ડીએનએ આઈસોલેટ કરવાની તજવીજ શરૂ

આ આઈસોલેશન બાદ ડીએનએની ગુણવત્તા અને તેના જથ્થાને ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાડકા વધુ પડતા બળી જવાને કારણે ડીએનએ શોધવામાં મુશ્કેલી આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 4:20 PM

વડોદરા(Vadodara) ના ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel) હત્યા કેસમાં પોલીસને બનાવ સ્થળેથી બળી ગયેલી હાલતમાં મળેલા હાડકાંમાંથી ડીએનએ આઈસોલેટ કરવાની તજવીજ એફએસએલ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ આઈસોલેશન બાદ ડીએનએની ગુણવત્તા અને તેના જથ્થાને ચકાસવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાડકા વધુ પડતા બળી જવાને કારણે ડીએનએ શોધવામાં મુશ્કેલી આવી રહી છે. તેમ છતાં હાડકાંને પૃથક્કરણ અને ડીએનએ શોધવા એફએસએલ મથી રહ્યું છે. ત્યારે ડીએનએના આધારે હાડકા સ્વીટી પટેલના છે કે કેમ તે અંગે વધુ જાણકારી મળશે.

ઉલ્લેખનીય છે કે, ચકચારી સ્વીટી પટેલ(Sweety Patel) હત્યા કેસમાં ડીએનએ મેળવવા મુશ્કેલી આવી રહી હતી. જેમાં મળતી માહિતી પ્રમાણે ઘટનાસ્થળેથી મળેલા હાડકા વધુ પડતા બળી જવાને કારણે આ મુશ્કેલી આવી રહી છે. તેમ છતા અલગ અલગ 3 તબક્કામાં મળેલા હાડકાને વૈજ્ઞાનિક પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મળેલા દાંત તેમજ મંગળસૂત્ર સહિતના અન્ય દાગીનાઓની પણ પોલીસ(Police) તપાસ કરી રહી છે.મળેલા પૂરાવાને આધારે સ્વીટી પટેલના પરિવાર તથ મિત્રોના નિવેદન લેવાની પ્રક્રીયા શરૂ કરી દેવામાં આવી છે.

વડોદરાની સ્વીટી પટેલ ચકચારી હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચને બુધવારે મહત્વના પુરાવા મળી આવ્યાં હતા. જેમાં સ્વીટીણી લાશ સળગાવી હતી ત્યાંની માટી ચાળી તો બળેલું મંગળસૂત્ર અને હાથની વીંટી સાથે જ સ્વીટી ના પાંચ દાંત મળી આવ્યાં હતા. જ્યારે હત્યારો અજય દેસાઈનો પોલિગ્રાફિક ટેસ્ટ અને SDS પોઝિટીવ આવ્યો છે.

આ પણ વાંચો : Viral Video : છ ફૂટના દરવાજા પર આરામથી ચડી ગયું દોઢ વર્ષનું બાળક, વીડિયો જોઇ આપને પણ થશે આશ્ચર્ય

આ પણ વાંચો : Mumbai : દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ અનિલ કપૂરનું ઘર, આજે પુત્રી રિયા લગ્નના તાંતણે બંધાશે

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">