Gandhinagar : કોંગ્રેસમાં આયારામ ગયારામનો ખેલ યથાવત, વધુ બે નેતાઓનાં ભાજપને ‘જય શ્રીરામ’

કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારે શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.મહત્વનું છે કે આગામી 17 ઓગસ્ટે બંને નેતાઓ ભાજપમાં જોડાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 12:03 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly elections) પડઘમ શરૂ થઈ ચૂકયા છે અને દરેક રાજકીય પાર્ટીએ હવે ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.એક તરફ PM મોદી અને અમિત શાહ જેવા ભાજપના (Gujarat BJP) દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી ગયા છે. તો AAP એ તો નવો ચિલો ચીતરીને મંગળવારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર ચૂંટણીના (Gujarat election) ત્રણથી ચાર મહિના અગાઉ જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તો આ બધાની વચ્ચે કોંગ્રેસમાં ચૂંટણી પહેલા વધુ એક વાર ભંગાણ પડ્યુ છે.મહેસાણા જિલ્લાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલ (Naresh raval) અને પૂર્વ સાંસદ રાજુ પરમારે (Raju Parmar) કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે.

દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો

ગાંધીનગરમાં કોંગ્રેસમાંથી રાજીનામુ આપનાર નેતાઓ નરેશ રાવલ અને રાજુ પરમારે શુક્રવારે CM ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.મહત્વનું છે કે આગામી 17 ઓગસ્ટે બંને નેતાઓ ભાજપમાં જોડાશે.તમને જણાવી દઈએ કે,છેલ્લા ઘણા સમયથી પક્ષમાં અવગણનાને કારણે નરેશ રાવલ પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા. જેને કારણે તેણે હવે પક્ષ છોડવાનો નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીને (Gujarat election 222) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે નરેશ રાવલ અને રાજુ પરમાર જેવા દિગ્ગજ નેતાઓના રાજીનામાથી કોંગ્રેસને ફટકો પડી શકે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">