ગાંધીનગર: ગ્લોબલ ટ્રેડ શોમાં છવાયુ અયોધ્યા, અયોધ્યા ધામ જંકશન થીમ પર તૈયાર કરાયો રેલવેનો સ્ટોલ- વીડિયો

ગાંધીનગર: ગ્લોબલ ટ્રેડ શોમાં છવાયુ અયોધ્યા, અયોધ્યા ધામ જંકશન થીમ પર તૈયાર કરાયો રેલવેનો સ્ટોલ- વીડિયો

| Edited By: | Updated on: Jan 09, 2024 | 9:38 PM

ગાંધીનગર: પુરો દેશ હાલ 'રામ'મય બન્યો છે. ત્યારે ગ્લોબલ ટ્રેડ શોમાં પમ અયોધ્યા છવાયેલુ જોવા મળ્યુ. અહીં અયોધ્યાની થીમ પર એક ખાસ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો. ઈન્ડિયન રેલવેનો સ્ટોલ અયોધ્યા ધામ જંકશનની થીમ પર તૈયાર કરવામાં આવ્યો હતો.

હાલ સમગ્ર દેશમાં અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરને લઈને ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. ત્યારે ગાંધીનગરમાં આયોજિત ભારતના સૌથી મોટા ટ્રેડ શોમાં પણ અયોધ્યા છવાયેલુ રહ્યુ.

અયોધ્યા ધામ જંક્શન જેવી જ આબેહુબ રેપ્લિકા મુકાઈ

ઈન્ડિયન રેલવે દ્વારા અયોધ્યા ધામ જંકશન થીમ પર ખાસ સ્ટોલ તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રેડ શો માં આ રેપ્લિકાએ આકર્ષણ જમાવ્યુ છે. જેમા વંદે ભારત, રાજધાની એક્સપ્રેસના મોડલ પણ મુકાયા છે જ્યારે ઈન્ડિયન રેલવેના અત્યાધુનિક પ્રોજેક્ટ પણ પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યા છે.

આ ટ્રેડ શોમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ અને મરીન જેવા ક્ષેત્રોમાં અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ટ્રેડ શોની વિશેષતાઓ

  • કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આયોજન
  • મેક ઇન ગુજરાત, આત્મનિર્ભર ભારત સહિત વિવિધ 13 થીમ
  • 100 વિઝિટર દેશ, 33 દેશ કન્ટ્રી પાર્ટનર જોડાશે
  • 20 દેશો પોતાના ઉદ્યોગોની માહિતી કરશે પ્રદર્શિત
  • સંશોધન ક્ષેત્રના અંદાજે 1 હજારથી વધુ પ્રદર્શકો થશે સહભાગી
  • વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલાં સંશોધનો અને નવીનતાઓ કરાશે રજૂ
  • 10-11 જાન્યુઆરીએ ઉદ્યોગ જગતના મુલાકાતીઓ લેશે લાભ
  • 12-13 જાન્યુઆરીએ જાહેર જનતા લઇ શકશે લાભ
  • 350 જેટલા MSME ને સ્ટોલ ફાળવવામાં આવ્યા

આ પણ વાંચો: UAEના પ્રેસિડેન્ટના સ્વાગત માટે પીએમ મોદી અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા, બંને દેશના વડાઓનો યોજાશે મેગા રોડ શો

અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 09, 2024 09:38 PM