ગાંધીનગર મહાનગરપાલિકામાં વોર્ડમાં ભાજપની જીત બાદ કાર્યકરોએ ઉજવણી કરી

ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટ ની જીત થઇ છે. 

ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકોની રવિવારે યોજાયેલી ચુંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યા છે. જેમાં અત્યાર સુધી ભાજપે ત્રણ વોર્ડમાં સમગ્ર પેનલ સાથે જીત મેળવી છે. ભાજપે વોર્ડ નંબર 5,7 અને 9 માં જીત મેળવી છે. જેના પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને તેમણે ઉજવણી પણ શરૂ કરી દીધી છે.

ગાંધીનગર મહાનગરપાલિકા જાહેર થઈ રહેલા પરિણામોમાં અનેક સ્થળોએ ભાજપની પેનલ આગળ ચાલી રહી છે. જ્યારે અનેક વોર્ડમાં બેલેટ પેપરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો શરૂઆતી લીડ લઈ રહ્યા છે. જેમાં હાલમાં મળતા સમાચાર મુજબ ગાંધીનગર વોર્ડ નંબર 1 મા ભાજપની પેનલ જીતી છે.

જેમાં ચારેય ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત ગાંઘીનગર વોર્ડ નં 5માં ભાજપની પેનલની જીત થઈ છે. જેમાં ચારેય ઉમેદવાર કિંજલકુમાર પટેલ , કૈલાશબહેન સુતરિયા , પદમસિંહ ચૌહાણ ,હેમાબહેમ ભટ્ટ ની જીત થઇ છે.

આ  પણ વાંચો : ખેડા જિલ્લાની તાલુકા પંચાયતની એક બેઠક પર આપના ઉમેદવારનો વિજય

આ પણ વાંચો : બનાસકાંઠાની થરા નગરપાલિકાના વોર્ડ -1 માં ભાજપના તમામ ચાર ઉમેદવારનો વિજય

Click on your DTH Provider to Add TV9 Gujarati