Gandhinagar : ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા ઉપવાસ કરનાર મહારાજની ગાંધીનગર પોલીસે અટકાયત કરી

ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ગૌમાતાના મુદ્દે બનાસકાઠાંના આચાર્ય હરીદાસ મહારાજ આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ તે ઉપવાસ પર બેસવાની જગ્યા પર અગાઉથી જ પોલીસે મંડપ હટાવી દીધો હતો

ગૌ માતાને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા તેમજ ગૌ હત્યાને રોકવાના મુદ્દે ઉપવાસ કરનાર મહારાજની ગાંધીનગર(Gandhinagar)  પોલીસે અટકાયત કરી છે. ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણીમાં ગૌમાતા(Cow) ના મુદ્દે બનાસકાઠાંના આચાર્ય હરીદાસ મહારાજ આમરણાંત ઉપવાસ પર બેસવાના હતા. પરંતુ તે ઉપવાસ પર બેસવાની જગ્યા પર અગાઉથી જ પોલીસે મંડપ હટાવી દીધો હતો. એટલુ જ નહી ‌હરીદાસ મહારાજ ઉપવાસ પર મેદાનમા બેઠા તુરંત જ તેમની અટકાયત કરવામા આવી હતી.

હરીદાસ મહારાજે શાંતિ પુર્ણ રીતે તમામ નિયમોને આધિન ઉપવાસ માટે આંદોલનની વાત કરી હોવા છતા પોલીસે તેમની અટકાયત કરતા મહારાજે આંદોલનકારીઓના અવાજને દબાવવાનો તંત્ર પર આક્ષેપ કર્યો હતો.

આ  પણ  વાંચો :  Surat : ડ્રિમ સિટીની મુખ્ય ઓફિસનું આગામી અઠવાડિયે સીએમના હસ્તે ખાતમુહૂર્ત થશે

આ  પણ  વાંચો :  Cricket: POK માં T20 લીગમાં હિસ્સો લેતા રોકવા માટે BCCI ધમકીઓ આપી રહ્યાનો ગીબ્સનો આક્ષેપ

Click on your DTH Provider to Add TV9 Gujarati