ગાંધીનગરમાં વાયબ્રન્ટ સેલ્ફી પોઈન્ટ! વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી રોશનીથી શણગાર કરાયો, જુઓ વીડિયો
મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.મહેમાનોને આવકારવા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી રોશનીથી શણગાર કરાયો છે.
ગાંધીનગરમાં 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યુ છે. મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.મહેમાનોને આવકારવા વિધાનસભાથી મહાત્મા મંદિર સુધી રોશનીથી શણગાર કરાયો છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગાંધીનગર સજ્જ છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને સમગ્ર વહીવટીતંત્ર અને નાગરિકોમાં જોવા મળી રહેલા ઉત્સાહની લાગણી ખરેખર ખૂબ પ્રેરિત કરનારી છે. ગાંધીનગરમાં વિધાનસભાથી લઈને મહાત્મા મંદિર સુધીના સેન્ટ્રલ વિસ્ટાને વિવિધ થીમ આધારિત રોશનીથી શણગારવામાં આવ્યું છે. સેન્ટ્રલ વિસ્ટાનો રાત્રિનો અદ્ભુત નજારો તો લોકો માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે.સેન્ટ્રલ વિસ્ટાનો વાઇબ્રન્ટ પેટર્નની વિવિધ થીમ પર શણગાર કરાયો છે.
સેન્ટ્રલ વિસ્ટામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ, ફૂલ-છોડ અને વૃક્ષો પર વિવિધ રંગની સિરીઝ, કલરફૂલ સ્કલ્પચર, આકર્ષિત લોગો, દાંડી કુટીર પર લેઝર લાઈટીંગ, સ્વર્ણિમ સંકુલ 1-2, ઉદ્યોગ ભવન, કલેકટર કચેરીનો શણગાર, સરકારી ઇમારતોને તિરંગા આધારિત રોશનીથી શણગારાઇ છે.
