Gandhinagar : પેગાસસ મુદ્દે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી

જેના પગલે પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની  માંગ કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2021 | 12:59 PM

પેગાસસ(pegasus) જાસૂસી મામલે કોંગ્રેસ(Congress) નેતાઓએ ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ રેલીનું આયોજન કરી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. જેના પગલે પોલીસે કેટલાક કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી. કોંગ્રેસે પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની  માંગ કરી હતી.આ અંગે ગુજરાતના કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે રાજ્યમાં કે દેશના કોઇપણ નાગરિકની પ્રાઈવસી સુરક્ષિત નથી. દેશમાં અને રાજ્યમાં અઘોષિત કટોકટી છે. દેશના વડાપ્રધાને લોકોની  જાસૂસી મામલે  માફી માંગવી જોઇએ. તેમજ ગૃહમંત્રીએ તેમની નિષ્ફળતા માટે રાજીનામું આપવું જોઇએ.

આ પણ વાંચો : IND vs ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયો, બંને ઇનીંગમાં ફીફટી

આ પણ વાંચો : Punjab: મોગામાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર, નવજોતસિંહ સિદ્ધુનાં કાર્યક્રમમાં જઈ રહેલા કોંગ્રેસનાં 3 કાર્યકરનાં મોત, 50 ઘાયલ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">