વિડીયો : કમલમ ખાતે સર્જાયેલા ઘટનાક્રમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો.. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 6:46 PM

ગુજરાતમાં(Gujarat)ગાંધીનગરમાં(Gandhinagar)ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમમાં (Kamlam) આપના (AAP)  નેતાઓ કેવી રીતે ધસી આવ્યા તેના સીસીટીવી( CCTV)ફૂટેજ પણ સામે આવ્યા છે. તો બીજી તરફ ભાજપની મહિલા કાર્યકરોએ ઈસુદાન ગઢવી પર છેડતી અને નશામાં હોવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં આજે પેપર લીક મુદ્દે રાજકારણ ગરમાયું છે.. ગાંધીનગર સ્થિત ભાજપના કાર્યાલય કમલમ પર રાજકીય તમાશો જોવા મળ્યો.. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા કાર્યકરો સાથે કમલમમાં ધસી જઈને ધરણા પર બેસી ગયા.

આ ધરણા દરમિયાન આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થતાં ત્યાં પોલીસ દોડી આવી.. સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો.. જેમાં AAPના કેટલાક નેતાઓ અને કાર્યકરો ઈજાગ્રસ્ત થયા છે. પોલીસે ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સહિત AAPના કાર્યકરોની અટકાયત કરી છે.

ભાજપની મહિલા કાર્યકરોનો આરોપ છે કે ઈસુદાન નશાની હાલતમાં હતા અને તેમણે તેમની છેડતી કરી છે. ભાજપની મહિલા કાર્યકરોએ આ બાબતે પોલીસને અરજી આપી છે. હવે ઈસુદાન ગઢવીને મેડિકલ ટેસ્ટ માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે.

કમલમ ખાતે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પાર્ટીના કાર્યકરો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ભાજપના મહિલા કાર્યકરો શ્રદ્ધા ઝા અને શ્રદ્ધા રાજપૂતના શરીર પર નિશાન થઇ ગયા છે. આ બંને મહિલા કાર્યકરોએ તેમની સાથે ઝપાઝપી કરવામાં આવી હોવાનો દાવો કર્યો છે.

આ પણ વાંચો:  AHMEDABAD : “ભાજપના નેતાઓ પેપર ફોડવાની ઇવેન્ટ કંપની ચલાવે છે” કોંગ્રેસે ગુજરાત સરકાર અને ભાજપ પર કર્યા પ્રહારો

આ પણ વાંચો:  ગુજરાતમાં પેપર લીક મુદ્દે ડીજીપી આશિષ ભાટિયાએ મહત્વનું નિવેદન આપ્યું

 

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">