Gandhinagar : CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, પાલનપુર બ્રિજ દુર્ઘટના અંગે થશે ચર્ચા, જુઓ Video
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળવા જઇ રહી છે. બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થયેલી બ્રિજ દુર્ઘટના સંદર્ભે ચર્ચા થવાની છે. કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે.
Gandhinagar : ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક (Cabinet meeting) મળવા જઇ રહી છે. બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થયેલી બ્રિજ દુર્ઘટના સંદર્ભે ચર્ચા થવાની છે.
આ પણ વાંચો-Bharuch : ગુજરાતમાં નથી અટકી રહ્યો શ્વાનના જીવલેણ હુમલાનો સિલસિલો, 6 વર્ષના બાળકને લોહીલુહાણ કર્યું
કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે. તો સાથે જ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. તહેવારોના સમયમાં BPL કાર્ડધારકોને અનાજ અને તેલ વિતરણ કરવા અંગે પણ બેઠકમાં વાતચીત કરવામાં આવશે.
આ સાથે જ મગફળી, સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા થશે. તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા થશે.
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો