Rain News : નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain News : નવસારીના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો, ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Aug 10, 2025 | 12:39 PM

ગુજરાતમાં ફરી એક વાર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.

ગુજરાતમાં ફરી એક વાર મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરી સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. જો કે આગામી દિવસોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. તો આજથી 12 ઓગ્સટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી.

જોકે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો