વડોદરા : FRCની કામગીરીમાં લાલિયાવાડીના કારણે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવા માટે મોકળું મેદાન, વાલી મંડળના આક્ષેપ
FRCમાં સરકાર તરફથી નિયુક્ત કરાતા ત્રણ સભ્યોની નિમણૂક લાંબા સમયથી ન થતાં શાળાઓની અરજીઓ પણ અટવાયેલી છે. સમિતિના નોડલ ઓફિસરનું કહેવું છે કે અમે વર્ષ 2023-2024ના તમામ ઓર્ડર કરી દેધા છે, પરંતુ જ્યાં સુધી સભ્યોની નિમણૂક નહિ થાય ત્યાં સુધી દરખાસ્ત નહિ મૂકી શકાય.
ખાનગી શાળાની ફીમાં મનમાની ન ચાલે એટલા માટે FRC એટલે ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવી હતી. પરંતુ વડોદરામાં FRCમાં સભ્યોની નવી નિમણૂક થઈ નથી એટલે કે કમિટીમાં સભ્યો જ નથી. આ અંગે વાલીઓનો આક્ષેપ છે કે FRCની કામગીરીમાં લાલિયાવાડીના કારણે ખાનગી શાળાઓને ફી ઉઘરાવવા માટે મોકળુ મેદાન મળી ગયું છે. સ્થિતિ એવી છે કે શાળા સંચાલકો પર FRCનો કંટ્રોલ જ નથી. જેના કારણે વાલીઓના ખિસ્સા ફીના નામે ખાલી થઈ રહ્યા છે.
FRCમાં સરકાર તરફથી નિયુક્ત કરાતા ત્રણ સભ્યોની નિમણૂક લાંબા સમયથી ન થતાં શાળાઓની અરજીઓ પણ અટવાયેલી છે. સમિતિના નોડલ ઓફિસરનું કહેવું છે કે અમે વર્ષ 2023-2024ના તમામ ઓર્ડર કરી દેધા છે, પરંતુ જ્યાં સુધી સભ્યોની નિમણૂક નહિ થાય ત્યાં સુધી દરખાસ્ત નહિ મૂકી શકાય. એક સપ્તાહમાં FRCના સભ્યોની નિમણૂક થઈ જશે. બીજી તરફ વાલીઓએ ઉઠાવેલા સવાલ મુદ્દે કહ્યું કે FRCની બેઠકમાં વાલીઓની રજૂઆત મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો Vadodara : હરણી બોટ દુર્ઘટના કેસમાં આરોપીઓની જામીન અરજી ફગાવાઇ