CID ક્રાઈમે મહેસાણાના બે એજન્ટની ધરપકડ કરી, ગેરકાયદે અમેરિકા મોકલવા 55 લાખનો સોદો કર્યો હતો

CID ક્રાઈમે મહેસાણાના બે એજન્ટની ધરપકડ કરી, ગેરકાયદે અમેરિકા મોકલવા 55 લાખનો સોદો કર્યો હતો

| Edited By: | Updated on: Jan 21, 2024 | 4:52 PM

મહેસાણાના બે એજન્ટોની CID ક્રાઈમે ધરપકડ કરી હોવાના સમાચાર સામે આવ્યા છે. ફ્રાન્સ વિમાન રોકાણ પ્રકરણ બાદ શરુ થયેલી ગુજરાત પોલીસની કાર્યવાહી આગળ વધી છે. જે મુજબ વધુ બે એજન્ટ હવે CID ક્રાઈમના સકંજામાં આવ્યા છે. જેઓએ એક વ્યક્તિને અમેરિકા ગેરકાયદેસર રીતે મોકલવા માટે સોદો નક્કી કર્યો હતો.

ફ્રાન્સમાં દુબઈ થી નિકારગુઆ જઈ રહેલા વિમાનને રોકવાના મામલા બાદ ગેરકાયદે ભારતીયોને અમેરિકા મોકલવાની દીશામાં તપાસ શરુ થઈ છે. CID ક્રાઈમે આ મામલે તપાસ શરુ કરતા હવે વધુ બે સખ્શોની ધરપકડ કરવામાં આવી છે. મહેસાણા બે એજન્ટને CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો: રામ મંદિર મહોત્સવને લઈ સાબરકાંઠામાં મંદિર સફાઈના કાર્યક્રમ, ક્લેકટર, MLA સહિત આગેવાનો જોડાયા

પુષ્પક રાવલ અને ફાલ્ગુની રાવલ નામના બે એજન્ટને CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મોઢેરામાં રહેતા આ દંપતીએ મેશ્વ પટેલ નામના યુવકને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાનો સોદો નક્કી કર્યો હતો. આ માટે 55 લાખ રુપિયા એજન્ટોએ રકમ નક્કી કરી હતી. જેમાં 10 લાખ રુપિયા પહેલા જ લઈ લેવામા આવ્યા હતા. ફ્રાન્સથી પરત આવ્યા બાદ પૈસા પરત નહીં મળ્યાને લઈ મેશ્વ પટેલ દ્વારા ઠગાઈ કર્યાની ફરિયાદ કરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jan 21, 2024 04:49 PM