સુરત : જીઆરડી જવાનની હત્યા મામલે પોલીસ એક્શનમાં, 4 શખ્સની ધરપકડ
આ હત્યા કેસમાં 9 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો પોલીસે આરોપીઓ સાથે 2 મોપેડ, રોકડ, મોબાઈલ સહિત 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી શિવકાંત યાદવે ભાડુતી માણસોને મોકલીને જીઆરડી જવાનની હત્યા નિપજાવી હતી.
સુરતના કડોદરા પોલીસ મથકના જીઆરડી જવાનની હત્યાને લઈને પોલીસ એક્શનમાં આવી છે. સુરત પોલીસે હત્યાના ગુનામાં 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. તપાસ દરમિયાન આ હત્યા અંગત અદાવતને કારણે થઈ હોવાનું બહાર આવ્યું છે. જીઆરડી જવાન કિશન રાઠોડ હત્યા કેસમાં મુખ્ય સુત્રધાર શિવકાંત ઉર્ફે શિવા સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
આ હત્યા કેસમાં 9 વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તો પોલીસે આરોપીઓ સાથે 2 મોપેડ, રોકડ, મોબાઈલ સહિત 1.18 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી શિવકાંત યાદવે ભાડુતી માણસોને મોકલીને જીઆરડી જવાનની હત્યા નિપજાવી હતી.
આ પણ વાંચો સુરત : માત્ર 10 રૂપિયામાં જન્મનો નકલી દાખલો બનાવવાનું કૌભાંડ ઝડપાયું, જુઓ વીડિયો