મહીસાગરમાં રક્ષક જ બન્યા ભક્ષક, બાલાસિનોર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈએ કરી લૂંટ, કોર્ટમાં નોંધાઇ ફરિયાદ

મહીસાગરમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ તેમજ અન્ય પોલીસકર્મી સામે લૂંટનો ગુનો દાખલ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 11:01 PM

મહીસાગરમાં (Mahisagar) રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ તેમજ અન્ય પોલીસકર્મી સામે લૂંટનો ગુનો દાખલ થયો છે. પૂર્વ પીઆઈ જે કે પટેલ અને તેમના સહકર્મીએ 2014માં પત્રકાર દિપક પંચાલની ગાડીમાંથી 20,000 કાઢી લીધા હતા. દિપક પંચાલે તે સમયે એસપી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. આખરે બાલાસિનોર કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ થતા બંને પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પૂર્વ પીઆઈ જે કે, પટેલ હાલ રાજપીપળા ખાતે ફરજ બજાવે છે.

મહિલા તલાટીનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયા બાદ બદલી કરાઇ

મહીસાગર જિલ્લાની ચારણગામ ગ્રામ પંચાયતના મહિલા તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા તલાટી સવિતા માછી દ્વારા લાંચ માંગવાનો વીડિયો વાયરલ થતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે. ચારણ ગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી સવિતા માછીએ અરજદાર પાસે બોર મોટરનું બિલ કઢાવવા માટે રૂપિયા 10 હજારની લાંચ માગતો વીડિયો વાયરલ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, મહીસાગરમાં મહિલા તલાટીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લુણાવાડાના ચારણગામ સાલાવાડા ગ્રામ પંચાયતના મહિલા તલાટીનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ અરજદાર પાસે 10 હજાર રૂપિયાની લાંચ માગી રહ્યાં છે. બોર મોટરનું બિલ કઢાવવા માટે અરજદાર પાસેથી મહિલા તલાટીએ લાંચ માગી હતી. એક સ્થાનિકે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. વીડિયોમાં મહિલા તલાટી લાંચની રકમ છેક ઉપર સુધી પહોંચાડવાની છે તેવું બોલી રહ્યાં હતા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">