Mahisagar: MLA લખેલી કારમાં દારૂ હોવાનો વીડિયો થયો વાયરલ, પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગારી સામે આવી, જુઓ VIDEO
MLA લખેલી કારમાં દારૂ હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. MLA લખેલી કારમાં મળી વિદેશી દારૂની પેટીઓ મળી આવી છે જેનો વીડિયો સામે આવ્યો છે.
Mahisagar: મહિસાગરમાં પૂર્વ ધારાસભ્ય હીરા પટેલનો પુત્ર નશાની હાલતમાં બે પેટી દારૂ સાથે રંગેહાથ ઝડપાયો છે. તેની સાથે બિલ્ડરનો પુત્ર પણ છે. પોલીસે બંનેની કાર અને દારૂની બે પેટી સાથે ધરપકડ કરી છે. ઘટના ખાનપુરના વડાગામ પાસે આવેલા જેતપુર ગામની છે. જ્યાં પૂર્વ ધારાસભ્ય અને હાલ ભાજપના નેતા હીરા પટેલનો પુત્ર મહર્ષિ પટેલ અને બિલ્ડર સોધન મહાજનનો પુત્ર દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. ગામના પૂર્વ સરપંચની ઓફિસે આવીને મારામારી કરવા લાગ્યા હતા. જેથી સરપંચે ફોન કરીને પોતાના ભાઈ અને ગ્રામજનોને બોલાવતા લોકોએ બંનેને મેથીપાક ચખાડ્યો હતો. આ દરમિયાન બંને નશામાં ધૂત હોવાનું જાણવા મળ્યું હતું. જેનો વીડિયો પણ ગ્રામજનોએ વાયરલ કર્યો છે. ઘટનાને લઈ પૂર્વ સરપંચ જસવંત પટેલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં પોતાના જીવને જોખમ હોવાની વાત કરી છે.
અમદાવાદમાં દારૂની હેરાફેરી માટે બુટલેગરે અપનાવ્યો આ કિમિયો
અમદાવાદમાં પોલીસે પારકી ગાડીમાં દારૂની ખેપ કરતા આરોપી બુટલેગરને ઝડપી લીધો હતો. બુટલેગરોએ દારૂની હેરાફેરીની પદ્ધતિ બદલી નાખી છે. પોતાની ગાડીઓનો ઉપયોગ કરવાની જગ્યાએ હવે ગાડી ભાડે રાખી અથવા સેલ્ફ ડ્રાઇવ માટે રાખી દારૂની હેરાફેરી શરૂ કરી છે. આવો જ એક કીમિયો અપનાવી દારૂ લઈને રાજસ્થાનથી આવનારો એક શખ્સ ઝડપાયો છે. બુટલેગરો ગમે તેવા ગતકડાં કરે, પરંતુ પોલીસની બાજ નજરમાંથી બચી શકતા નથી. અસલાલી પોલીસે ઝડપેલી મોંઘીદાટ ગાડી અન્ય કોઈ ગુનામાં નહિ પરંતુ દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી હતી. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ કાર માલિકને એ વાતની જાણ પણ ન હતી કે તેની ગાડી દારૂની હેરાફેરીમાં વપરાઈ રહી છે.
પોલીસે ઝડપેલી ગાડીમાંથી એક લાખની કિંમતનો વિદેશી દારુ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે દારુ સાથે યુગલ પાંડે નામના બુટલેગરની ધરપકડ કરી છે. એક લાખના વિદેશી દારુ સાથે ઝડપાયેલા આરોપી યુગલ પાંડેની પૂછપરછ કરતા દારુ મંગાવનાર નિશાંત ઉર્ફે ભોલુ શર્મા હોવાનું ખુલ્યું છે. સાથે જ રાજસ્થાનથી દારુ મોકલનાર શ્રવણ ખરાડી કે જે ડુંગરપુરનો છે તે ફરાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. સાથે જ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, યુગલ પાંડેને દરેક બોટલના વેચાણ પર કમિશન મળતું હતું. તેની ગાડીઓ પર પોલીસની નજર હોવાથી તે ગાડી ભાડે મેળવી એક દિવસના ત્રણ હજાર લેખે બે દિવસ માટે છ હજારના ભાડામાં ગાડી સેલ્ફ ડ્રાઈવ માટે મેળવી હતી.