ધર્મનો કોઇ પણ પૈસો સરકારની તિજોરીમાં લેવાતો નથી: નીતિન પટેલ
મહંત કમલનયનદાસજીના નિવેદન પર પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે કહ્યુ છે, સરકાર ધર્મનો એક પણ પૈસો સરકારની તિજોરીમાં લેતી નથી. જ્યાં અને જ્યારે જરુર પડે ત્યારે સરકાર છૂટા હાથે હિન્દુ ધર્મને માટે પૈસાનો ખર્ચ કરે છે. સરકાર લેનારી નહીં આપનાર છે, રાજ્યના યાત્રાધામોનો સરકારે વિકાસ કર્યાનું પણ કહ્યુ હતુ.
હાલમાં જ મહંત કમલનયનદાસજીનું નિવેદન સામે આવ્યુ હતુ. જેને લઈ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને ભાજપના અગ્રણી નેતા નીતિન પટેલે પ્રતિક્રિયા આપી છે. નીતિન પટેલે ધર્મના પૈસા બાબતે મહત્વનું નિવેદન આપ્યુ હતુ. રાજ્યના નાણાં વિભાગનો હવાલો સંભાળનારા નીતિન પટેલે કહ્યુ કે, સરકાર તો આપનાર છે, લેનાર નહીં. ધર્મનો એક પણ પૈસો સરકારી તિજોરીમાં લેવાતો નથી.
આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન
નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ અનેક ધાર્મિક કાર્યક્રમ થયા હોવાનું પૂર્વ નાયબ મુખ્યપ્રધાને કહ્યુ હતુ. આગળ પણ કહ્યુ હતુ કે, અંબાજી, પાવાગઢ, સોમનાથ, દ્વારકા મંદિરના વિકાસ કાર્યો કર્યા છે. મહંત કમલનયન દાસજીએ મંદિર વિધેયક મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા. દાનના પૈસા સરકાર પાસેથી અન્ય કોમમાં જતા હોવાનો દાવો કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 05, 2024 05:31 PM
