શક્તિસિંહ ગોહિલ સાથે મુલાકાત બાદ ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવે આપ્યુ આ નિવેદન- વીડિયો
શક્તિસિંહ ગોહિલ સાથેની મુલાકાત બાદ ભાજપના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે હું ભાજપ કે કોંગ્રેસ સાથે નહીં જોડાઉ. લોકસભા ચૂંટણી લડવાને લઈને પણ તેમણે નિવેદન આપ્યુ કે હાલના સાંસદને ટિકિટ આપશે તો ચોક્કસ લડીશ
વડોદરાના વાઘોડિયાથી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંગ ગોહિલ સાથે મુલાકાત કરી હતી. તે બંને વચ્ચે અડધી કલાક સુધી મિટીંગ ચાલી હતી. જો કે આ મુલાકાતને લઈને ભાજપમાંથી રાજીનામુ આપી ચુકેલા મધુ શ્રીવાસ્તવ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે. જો કે મુલાકાત બાદ મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે હું અને શક્તિસિંહ જૂના મિત્રે છીએ. કોંગ્રેસમાં જોડાવાની અટકળો પર મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે હું કોંગ્રેસ કે ભાજપમાં નહીં જોડાઉ
લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળશે તો લડશે તે સવાલના જવાબમાં મધુ શ્રીવાસ્તવે જણાવ્યુ કે હાલના જે સાંસદ છે તેમને ટિકિટ મળશે તો ચોક્કસથી તેમના વિરુદ્ધમાં પ્રચાર કરીશ. જો કે તેમણે ચૂંટણી લડવા અંગે કોઈ સ્પષ્ટતા ન કરી અને જણાવ્યુ કે હું ચૂંટણી લડુ કે નહીં તે આગામી સમયમાં ખબર પડશે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
