Patan: સતત બીજા દિવસે કમોસમી વરસાદ, ખેડૂતો ચિંતામાં મુકાયા

પાટણમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદે જન જીવન ખોરવી નાખ્યુ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો પણ અટવાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 4:42 PM

ચોમાસુ પૂર્ણ થઈ ગયુ છે અને શિયાળાએ તેના ઠંડીનો ચમકારો બતાવવાનું પણ શરુ કરી દીધુ છે. આમ છતાં ગુજરાતમાં હવામાનમાં પલટો (Climate change) જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં જ કેટલાક વિસ્તારોમાં હજુ વરસાદ (Rain) પડી રહ્યો છે. પાટણ (Patan)માં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે. કમોસમી વરસાદ (Unseasonal rains)ના કારણે પાટણમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેને લઈને પાટણના લોકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

 

અનેક વિસ્તારમાં પાણી ભરાયા

પાટણમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદનું ઝાપટુ પડ્યુ હતુ. જેના કારણે પાટણના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પાટણ, સિદ્ધપુર, વારાહી, સાંતલપુર, સરસ્વતી, ચાણસ્મા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ યથાવત્ વરસ્યો હતો. ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

ખેડૂતો ચિંતામાં

કમોસમી વરસાદને કારણે પાટણના ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. ખેડૂતોનો કપાસ, ઝાર, બાજરી, એરંડા સહિતનો પાક સંકટમાં મુકાયો છે. ખેડ઼ૂતોને કમોસમી વરસાદના કારણે પાકની ગુણવત્તા બગડશે તેવી ચિંતા છે.

 

ઠંડીનો ચમકારો

શિયાળાની ઋતુમાં કમોસમી વરસાદ પડતા તાપમાન ખૂબ જ નીચુ ગયુ છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

 

આ પણ વાંચો : કૃષિ કાયદા પરત ખેંચવાના નિર્ણય પર ગુજરાત કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા, ‘મજબુરીમાં આ કાયદા પાછા ખેંચ્યા છે’

 

 

આ પણ વાંચો : Farm Laws Withdrawn : સાંસદ રાકેશ સિન્હાએ PM મોદીને ગણાવ્યા ભગવાન, કહ્યું ‘રામની જેમ લોકહિતમાં લીધો આ નિર્ણય’

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">