સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત કુમકુમ મંદિર ખાતે 301 કિલોનો આમળાનો મનોરથ ભગવાનને ધરાવામાં આવ્યો
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આમળાનાં ફાયદા જણાવતાં કહ્યું હતું કે, 100 ગ્રામ આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કિવી કરતા આમળા માં 6 ગણું વિટામિન સી છે. આપણને દિવસની વિટામિન સીની જરૂરિયાતના 600 થી 700 ટકા માત્ર એક આમળાનું સેવન પૂરું પાડે છે.
સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણીનગર ખાતે સ્વામિનારાયણ ભગવાનને 301 કિલોનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌપ્રથમ વખત આમળાનો મનોરથ ધરાવામાં આવ્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી અને પ્રેમવત્સલદાસજી સ્વામીએ ભગવાનની આરતી ઊતારી હતી.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ આમળાનાં ફાયદા જણાવતાં કહ્યું હતું કે, 100 ગ્રામ આમળામાં 20 સંતરા જેટલું વિટામિન સી હોય છે. કિવી કરતા આમળામાં 6 ગણું વિટામિન સી છે. આપણને દિવસની વિટામિન સીની જરૂરિયાતના 600 થી 700 ટકા માત્ર એક આમળાનું સેવન પૂરું પાડે છે.
આમળાના ફાયદા શું ?
આમળામાં રહેલું વિટામિન એ અને વિટામિન સીની માત્રા આંખો માટે ખૂબ સારી છે. આંખમાં બેક્ટેરિયાથી થતા રોગો જેવા કે આંખો આવવી સામે રક્ષણ આપે છે. આમળામાં ભરપૂર રેસા હોય છે જે પાચનતંત્રના રોગો સામે અને કબજિયાતમાં ખૂબ ફાયદાકારક છે.
જેમને ખૂબ થાક લાગતો હોય, શરીરમાં તાકાત ઓછી હોય અથવા હિમોગ્લોબીન ઓછું હોય તેમણે આમળાનું સેવન કરવું જોઈએ. આમળામાં રહેલું વિટામિન સી ખોરાકમાંથી લોહતત્વને ખેંચવા મદદરૂપ થાય છે. આ આમળાનાં મનોરથને સંપૂર્ણ શણગારવાની સેવા શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમના મહિલા મંડળે કરી હતી. આ ઉત્સવનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
