Rakshabandhan : ગુજરાતની પાંચ લાખ બહેનો વડાપ્રધાન મોદીને મોકલશે રાખડી, જુઓ VIDEO

ગુજરાત (gujarat) ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન મોદીના 11 મહત્વના નિર્ણયની થીમ પર આ રાખડી બનાવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2022 | 9:22 AM

ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, સ્નેહનું પર્વ એટલે રક્ષાબંધન (Rakshabandhan) . રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારમાંનો એક છે. રક્ષાબંધનના તહેવારને (Rakshabandhan Festival) લઈને ભાઈ-બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે, ત્યારે રક્ષાબંધનના આ પવિત્ર તહેવાર નિમિત્તે ગુજરાતની પાંચ લાખ બહેનો વડાપ્રધાન મોદીને (PM Modi) રાખડી મોકલશે. ગુજરાત ભાજપ સંગઠન દ્વારા વડાપ્રધાન મોદીના 11 મહત્વના નિર્ણયની થીમ પર આ રાખડી બનાવવામાં આવી છે.

ગુજરાત ભાજપ સંગઠને કરી તૈયારી

રક્ષાબંધનના (Rakshabandhan 2022) વસે બહેન ભાઈના માથા પર તિલક લગાવી તેની લાંબી ઉંમર માટે પ્રાર્થના કરે છે. આ રાખડીનો બંધાયેલો દોરો ભાઈ બહેનનાં પ્રેમને મજબૂત તાંતણે બાંધે છે. જેથી આ વર્ષે 5 લાખ મહિલાઓ પીએમ મોદીને આ પ્રેમના તાંતણે બાંધશે.આ પવિત્ર પર્વ નિમિત્તે ગુજરાતની (Gujarat)  5 લાખ બહેનો દેશના વડાપ્રધાનને રાખડી મોકલશે.

એટલું જ નહિ આ વર્ષે મહિલાઓ PM મોદીને રાખડીની સાથે ધન્યવાદ પત્ર પણ મોકલશે.તમને જણાવી દઈએ કે, તમામ તૈયારીઓ ગુજરાત ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવી છે. જેમાં મહિલાઓ દ્વારા 5 લાખ મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાનને રાખડી સાથે ધન્યવાદ પત્ર મોકલવામાં આવશે. સાથે જ પાંચ લાખ બહેનો મોદીના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">