Gir Somnath : ગેરકાયદે માછીમારી કરતી બોટનો વીડિયો થયો વાયરલ, ઓનલાઈન ટોકન વિના જ માછીમારી થતી હોવાના ઉઠ્યા આક્ષેપ, જુઓ Video
ગીર-સોમનાથમાં ગેરકાયદે માછીમારી કરતી બોટનો વીડિયો વાયરલ થયો છે. 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં માછીમારી પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં ઉનાના નવાબંદર અને દીવ નજીક માછીમારી કરતી બોટ જોવા મળી હતી.
ગીર-સોમનાથમાં ગેરકાયદે માછીમારી કરતી બોટનો વીડિયો વાયરલ થયો છે. 15 ઓગસ્ટ સુધી ગુજરાતમાં માછીમારી પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધ હોવા છતાં ઉનાના નવાબંદર અને દીવ નજીક માછીમારી કરતી બોટ જોવા મળી હતી. ઓનલાઈન ટોકન વિના જ માછીમારી થતી હોવાના આક્ષેપ ઉઠ્યા હતા. ગેરકાયદે માછીમારી કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરવા માછીમારોએ માગ કરી છે.
માછીમારી કરતી બોટનો વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે દેશભરમાં 1 ઓગસ્ટથી માછીમારી પરનો પ્રતિબંધ હટાવી લેવાતો હોય છે. પરંતુ, ગુજરાતમાં આ વખતે પ્રતિબંધ 15 ઓગસ્ટ સુધી લંબાવાયો છે. પરંતુ, પ્રતિબંધ છતાં કેટલાંક માછીમારો તેનું ઉલ્લંઘન કરતાં હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઉનાના સયદ રાજપરા નવાબંદર અને દીવ નજીક સમુદ્રમાં ફિશીંગ બોટ જોવા મળતા અનેક સવાલો ઉઠ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
