ગુજરાતમાં માછીમારોની દયનીય હાલત, સર્વે કરાવી સહાય ચૂકવવા માંગ

ગુજરાતમાં ખરાબ હવામાનના પગલે દીવ અને વણાકબારાના સાગર ખેડૂઓને ઘરે બેસવાનો વારો આવ્યો છે. તેમજ લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે.

સામાન્ય રીતે આ સમય માછીમારોની કમાણી કરવાનો છે. ગુજરાતમાં(Gujarat)  ખરાબ હવામાન અને કૂદરત રૂઠતા દીવ અને વણાકબારાના સાગર ખેડૂઓને(Fisherman) ઘરે બેસવાનો વારો આવ્યો છે. તેમજ લાખો રૂપિયાની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત બોટમાં વપરાતા ડીઝલના ભાવ વધારાને કારણે માછીમારોની હાલત દયનીય બની છે.

જ્યારે બીજી તરફ વાવાઝોડા અને કોરોના કાળથી માછીમાર સમાજને મોટું આર્થિક નુકશાન પહોંચ્યુ છે.દીવના માછીમારોને જોખમી બાણાને લીધે થયેલા નુકશાનની સરકારે જરૂરી આર્થિક સહાય ન આપતા માછીમારો નારાજ થયા હોવાનો આક્ષેપ છે. ત્યારે ખેડૂતોની જેમ નુક્સાનીનો સર્વે કરી સરકારને સહાય ચૂકવવા માછીમારોએ માંગ કરી છે.

આ ઉપરાંત ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ના ખેડવા માટે પણ સૂચના આપી છે. જેમાં રાજય પર હાલ બે સિસ્ટમ સક્રિય થતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પૂર્વે દીવના માછીમારોએ નાળિયેરી પૂનમે દરિયાદેવની પૂજા કરી હતી. માછીમાર સમાજની બાળકી, મહિલાઓએ દરિયાકાંઠે રેતીના શિવલિંગ બનાવ્યા હતા. દરિયાદેવને દૂધ, શ્રીફળ અર્પણ કરીને માછીમારીનો ધંધો સારો રહે અને પરિવારના સભ્યો સ્વસ્થ રહે તેવી કામના કરી હતી.

કોરોના કાળ અને તાઉતે વાવાઝોડામાં માછીમારોને આર્થિક પરેશાની ભોગવવી પડી છે. દરિયાદેવ મહેર કરે અને આગામી વર્ષ વેપાર-ધંધામાં સુખાકારી આપનારૂ રહે તેવી કામના કરી હતી.

આ પણ વાંચો : Bhavnagar માં રોગચાળો વકર્યો, એક મહિનામાં ડેન્ગ્યુના 100થી વધારે કેસ

આ પણ વાંચો : Mehsana : ઉંઝામાં વહેલી સવારથી વરસાદ, નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા

Click on your DTH Provider to Add TV9 Gujarati