નીતિન પટેલ કરી હળવી મજાક, કહ્યું કે પહેલા વિજયભાઈ અને હવે ભૂપેન્દ્રભાઈ હું તો ..

અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વ ઉમિયા ધામના પ્રસંગમાં રાજયના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.. આ સમયે તેઓ જરા હળવા મૂડમાં દેખાયા હતા.

અમદાવાદમાં(Ahmedabad)  વિશ્વ ઉમિયા ધામમાં(Vishv Umiya Dham)  આકાર લઇ રહેલા અનેક પ્રોજેક્ટના કાર્ય પ્રારંભ પ્રસંગે  રાજયના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ(Nitin Patel)  પણ ઉપસ્થિત રહ્યા હતા.. આ સમયે તેઓ જરા હળવા મૂડમાં દેખાયા હતા. તેમણે બે એવા મુદ્દાની વાત કરી કે ઉપસ્થિત સૌ લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું

ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે તમે ઘણા સમયથી બેઠા છું. હું તમને આનંદની વાત કરું કે આરપીએ કહ્યું કે પહેલા વિજયભાઈએ મદદ કરી અને હવે ભૂપેન્દ્રભાઈ મદદ કરશે, હું તો વચ્ચે જ છું , પૂર્વ નાયબ મુખ્ય મંત્રી હું વચ્ચે એટલે છું કે હું રહેવાનો છું.તમારી વચ્ચે રહેવાનો છું. તેમજ હું ગમે તે હોદ્દા પર રહું જેટલું ઉમિયા માતા કરાવે તે કરવાની અમારી તૈયારી છે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે આ મંદિર આખી દુનિયાનું સૌથી ઉંચુ મંદિર બનવાનું છે. હું મુખ્યમંત્રી વિનંતી કરું છું કે આ ટુરિઝમ કે પવિત્ર યાત્રાધામ પ્રોજેક્ટમાં સમાવવા આવે. હવે હું આપનાર નહિ માંગનાર બન્યો છું. સમાજ માટે અને ઉમિયા માટે માંગવામાં સંકોચ નથી. જાહેર જીવનમાં માંગવાનું હોય કોરોના વખતે રેશન કીટ અને ઑકિસીજન પ્લાન્ટ માંગતા હતા. આ બધુ હવે ઋષિભાઈને સોંપ્યું ને હું મા ઉમિયા માતા  માટે માંગીશ

આ પણ  વાંચો :  અમદાવાદ ટ્રાફિક પોલીસે જાહેર કર્યા નવા નિયમો,હવે કોલેજ અને યુનિવર્સિટી પરિસરમાં હેલ્મેટ વિના પ્રવેશ પર પ્રતિબંધ

આ પણ  વાંચો : અમદાવાદમાં 85 હજાર દીવડાઓથી મા ઉમિયાના મંદિરની પ્રતિકૃતિ બનાવાઈ, જુઓ વિડીયો

Click on your DTH Provider to Add TV9 Gujarati