અમદાવાદ : બોપલમાં પક્ષીનો જીવ બચાવવા જતા ફાયરકર્મીનું મોત, જુઓ વીડિયો

અમદાવાદ : બોપલમાં પક્ષીનો જીવ બચાવવા જતા ફાયરકર્મીનું મોત, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Jan 16, 2024 | 12:58 PM

ફાયર વિભાગના કર્મચારીઓ ઉત્તરાયણ દરમિયાન દોરીમાં ફસાયેલા અને ઇજાગ્રસ્ત પશુ-પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા પણ ખચકાતા નથી. જો કે અમદાવાદમાં એક આવા જ પક્ષીનો જીવ બચાવવા જતા ફાયર મેને જ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના બની છે.

અમદાવાદ: દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન અનેક અબોલ પશુ-પક્ષીઓ દોરીના કારણે ઇજાગ્રસ્ત થતા હોય છે. જેને બચાવવા માટે ફાયર વિભાગ અને તેમની ટીમ સતત કાર્યરત રહેતી હોય છે. ફાયર વિભાગના કર્મચારીઓ આ પશુ-પક્ષીઓને બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકતા ખચકાતા નથી. જો કે અમદાવાદમાં એક આવા જ પક્ષીનો જીવ બચાવવા જતા ફાયર મેને જ પોતાનો જીવ ગુમાવ્યાની ઘટના બની છે.

ઘટના કઇક એવી છે કે અમદાવાદમાં બોપલમાં એક પક્ષી દોરીના કારણે ફસાઇ ગયુ હતુ. આ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે પછી એક ફાયર મેન પક્ષીનું રેસ્ક્યૂ કરવા સ્થળ પર પહોંચ્યા હતા. જો કે બોપલમાં ફસાયેલા પક્ષીને રેસ્ક્યુ કરતા સમયે ફાયર મેન હાઇ ટેન્શન લાઇનને અડી ગયા હતા.જે પછી ટેન્શન લાઇનનો કરંટ લાગતા મોત થયુ છે.

આ પણ વાંચો-સુરત : 18મી લોકસભા ચૂંટણી માટે સી આર પાટીલે પ્રચારના શ્રી ગણેશ કર્યા, જુઓ વીડિયો

રેસ્ક્યુ દરમિયાન હાઇ ટેન્શનલાઇન ચાલુ રહી ગઇ હતી.ઘટનાની જાણ થતા ફાયર વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. રેસ્ક્યુ કરતા સમયે હાઇ ટેન્શન લાઇન ચાલુ રહી જતા અનેક સવાલો ઊભા થઇ રહ્યા છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો