Ahmedabad: રિલીફ સિનેમા સામેના કોમ્પ્લેક્ષમાં લાગી ભયંકર આગ, ફાયર બ્રિગેડની 7થી 8 ગાડીઓ ઘટનાસ્થળે

Ahmedabad: રિલીફ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી. જ્યાં આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની 7થી 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

Ahmedabad: દેશ અને ગુજરાતમાં આગ (fire) લાગવાની ઘટનાઓ થોડાક મહિનાઓથી વધુ સામે આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આજે અમદાવાદમાં આગ (Ahmedabad Fire) લાગવાની ઘટના સામે આવી. અમદાવાદના રિલીફ રોડ પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. આ કોમ્પ્લેક્ષમાં લાગેલી લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. જણાવી દઈએ કે જે સ્થળે આગ લાગી છે એ સ્થળ એટલે કે કોમ્પ્લેક્ષ રીલીસ સિનેમા સામે આવેલું છે.

રિલીફ સિનેમા સામે આવેલા એક કોમ્પ્લેક્ષમાં આગની ઘટના બની હતી. આ ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આજ્ઞા બનાવની જાણ થતાં જ શહેર ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આવીને આગ પર કાબૂ લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.

ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યા બાદ આજુબાજુના લોકોએ રાહતના શ્વાસ લીધા હતા. જો કે આગની ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી આવ્યા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

 

આ પણ વાંચો: કામની વાત : હવે આધાર કાર્ડની જેમ ઘરનું પણ હશે યુનિક આઈડી, કુરિયરમાં ઘરનું એડ્રેસ નહીં પણ નાખવો પડશે યુનિક નંબર

આ પણ વાંચો: Surat: તંત્ર દ્વારા Covid 19 મૃતકોના પરિજનોને સહાય આપવાનું કામ યુદ્ધના ધોરણે, રજા છતાં કામગીરી ચાલુ રાખી

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati