હિંમતનગર વિજાપુર પર ફેક્ટરીમાં ફરીથી આગની ઘટના, 2 ટીમોએ મેળવ્યો કાબૂ
હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલ એક ફેક્ટરીમાં આગ ફાટી નિકળી હતી. એક ખાનગી ફેક્ટરીમાં ફરીવાર આગની ઘટના સામે આવી હતી. જેને લઈ સ્થાનિક હિંમતનગરની ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે આગને ફરીવાર કાબૂમાં લીધી હતી. આ પહેલા ગુરુવારે પણ આગની ઘટના સર્જાઈ હતી.
ફરી એકવાર આગની ઘટના હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર આવેલ એક ખાનગી ફેક્ટરીમાં સર્જાઈ હતી. એક દિવસ આગને કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ફરીથી શુક્રવારે આગની ઘટના સર્જાઈ હતી. આગની ઘટનાને લઈ સ્થાનિક હિંમતનગરની ફાયર ટીમો ફરીથી ઘટના સ્થળે પહોંચી હતી. બે ફાયર ટીમોએ આગને કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
ગઈકાલે પણ આગ લાગવાની ઘટનાને લઈ ફાયર ટીમો સ્થળ પર પહોંચી હતી. ફેક્ટરીમાં લાગેલી આગને મહાપ્રયાસ બાદ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ શુક્રવારે ફરીથી આગની ઘટના સર્જાઈ હતી. જેને લઈ ફેક્ટરી બહાર રહેલ શણના કોથળાનો મોટો જથ્થો આગમાં ખાખ થયો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 26, 2024 07:23 PM
