AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોડાસામાં ઓટો શો-રુમમાં આગ લાગી, 4 ફાયર ગાડીઓએ સ્થળ પર પહોંચી કાબૂ મેળવ્યો

| Updated on: Jan 05, 2024 | 11:22 AM
Share

મોડાસામાં ટુ-વ્હીલરના શો રુમમાં આગ લાગવાની ઘટના મોડી રાત્રે સર્જાઈ હતી. રાત્રી દરમિયાન અચાનક જ મોટરસાયકલ અને મોપેડના શો રુમમાં આગની જ્વાળાઓ નિકળવા લાગતા સ્થાનિકોના ટોળા એકઠા થયા હતા અને સ્થાનિક ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. એક બાદ એક 4 ફાયર વાન ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી.

મોડાસા શહેરમાં આવેલા હજીરા વિસ્તારમાં અચાનક એક ઓટો શો રુમમાં આગ ફાટી નિકળી હતી. જોત જોતામાં જ આગે વિકરાળ સ્વરુપ પકડી લીધું હતુ. શરુઆતમાં સ્થાનિકોએ આગને કાબૂમાં લેવામાં પ્રયાસો કરવા સાથે જ સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. જેને લઈ ફાયરની ટીમો એક બાદ એક દોડી આવીને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન

આગને કાબૂમાં લેવાના પ્રયાસો સાથે શો રુમમાં રહેલા મોટર સાયકલ અને મોપેડને બહાર નિકાળી લેવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ટુ-વ્હીલરને બહાર નિકાળી લેવામાં આવ્યા હતા. મોડી રાત્રી દરમિયાન ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનુ સ્પષ્ટ કારણ સામે આવી શક્યુ નથી, પરંતુ શોટ સર્કિટ થવાને લઈ આગ લાગી હોવાના પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">