Vadodara: કલાવતી કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલનું આયોજન, સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને અપાઈ ટ્રેનિંગ

ફાયર સેફ્ટીના સાધનો કઇ રીતે ઓપરેટ કરવા, તેની પણ ફાયર વિભાગે સમજ આપી હતી. આ ઉપરાંત ફાયરની વ્યવસ્થા તેમજ સાધનોની પણ ચકાસણી કરવામાં આવી હતી.

| Updated on: May 06, 2021 | 2:32 PM

રાજ્યની અનેક હોસ્પિટલોમાં સતત આગના બનાવ વધતા ફાયર તંત્ર હરકતમાં આવ્યું છે. આવા બનાવો રોકવા વડોદરાના વારસીયા સ્થિત કોવિડ કલાવતી હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આગ લાગે ત્યારે તેવા દર્દીઓને કેવી રીતે રેસ્ક્યુ કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત ફાયર વિભાગે કોલ જાહેર કરી કામગીરી કરી હતી. અમદાવાદ શ્રેય હોસ્પિટલની લાગેલી આગને હજુ કોઈ ભુલાવી શક્યું નથી. ત્યારે ફાયર સેફટીને લઈને કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.

ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ યોજી સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ફાયર સેફ્ટીના સાધનો કઇ રીતે ઓપરેટ કરવા, તેની પણ ફાયર વિભાગે સમજ આપી હતી. આ ઉપરાંત ફાયરની વ્યવસ્થા તેમજ સાધનોની પણ ચકાસણી કરવામાં આવી હતી.

અગાઉ સુરતમાં લાલ દરવાજા ખાતે પરમ ડોક્ટર હાઉસના બંધિયાર બિલ્ડિંગમાં 5મા માળે આવેલી આયુષ હોસ્પિટલના આઇસીયુમાં રવિવારે મધરાતે ઓવરલોડિંગના કારણે એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઇ હતી. આઇસીયુમાં ઓક્સિજન અને વેન્ટિલેટર પર સારવાર લઇ રહેલા 18 દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. કરુણાંતિકા એ હતી કે, ક્રિટિકલ દર્દીઓના વેન્ટિલેટર હટાવીને 5માં માળેથી ગ્રાઉન્ડ ફ્લોર સુધી લાવ્યા બાદ 9 જેટલી એમ્બ્યુલન્સ દ્વારા સ્મીમેર, સંજીવની અને સીમ્સ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં હજુ દર્દીઓને દાખલ કરવામાં આવે તે પહેલા જ તેમના મૃત્યુ થઇ ગયા હતા.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">