Gandhinagar : ઝુંડાલમાં આવેલી બિલ્ડીંગના ફ્લેટના 8 માળે લાગી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના ઝુંડાલમાં આવેલા ફ્લેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાતે ઝુંડાલમાં આવેલી એક બિલ્ડીંગના ફ્લેટના 8માં માળે આગ ભભૂકી હતી.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ગાંધીનગરના ઝુંડાલમાં આવેલા ફ્લેટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર મોડી રાતે ઝુંડાલમાં આવેલી એક બિલ્ડીંગના ફ્લેટના 8માં માળે આગ ભભૂકી હતી. આગમાં સમગ્ર મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરના જવાનોએ 10 જેટલા રહેશોનું રેસ્ક્યુ કર્યું હતું. પ્રાપ્તથતી વિગત અનુસાર શોર્ટ સર્કિટ પછી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા અમદાવાદ અને ગાંધીનગરના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુ લીધી હતી. જો કે સદનસીબે આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે મકાનમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તેમજ દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. આગ લાગવાની જાણ ફાયર વિભાગને થતા તાત્કાલિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
