પંચમહાલ જિલ્લામાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના, સીમલા વિસ્તારમાં લાકડાનું ગોડાઉન બળીને ખાખ, જુઓ વીડિયો
પંચમહાલમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં અલગ અલગ સ્થળે આગ લાગવાની ઘટના બની છે. પંચમહાલના ગોધરા અમદાવાદ રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી હતી.
પંચમહાલમાં એક જ દિવસમાં આગની ત્રણ ઘટના સામે આવી છે. જેમાં અલગ અલગ સ્થળે આગ લાગવાની ઘટના બની છે. પંચમહાલના ગોધરા અમદાવાદ રોડ વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાં આગ લાગી હતી. ગોધરાના સીમલા વિસ્તારમાં આવેલા લાકડાના ગોડાઉનમાં એકા એક આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનની બહાર સ્ક્રેપ ટ્રકની કેબિન પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી.
બીજી તરફ હાલોલના પાનેલાવ ગામના છે. જ્યાં બરોડા એગ્રો નામની કંપનીમાં મોડી રાત્રે આગ લાગી હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોધરા બસ સ્ટેન્ડની સામે પણ આગનો બનાવ બન્યો હતો. અમી આર્કેડના ત્રીજા માળે મોડી રાત્રે આગ લાગી હતી. વેલ્ડિંગ કામ દરમિયાન શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.
Latest Videos
