રસ્તા વચ્ચે નમાજનો મામલો, પાલનપુર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો

| Edited By: | Updated on: Jan 14, 2024 | 9:39 PM

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં એક ટ્રક ચાલક એરોમા સર્કલ પાસે ટ્રકને રસ્તા પર ઉભી રાખીને નમાજ અદા કરતો હોવાનું જોવા મળી રહ્યુ હતુ. આ દરમિયાન ટ્રકની પાછળ વાહનોની લાંબી કતાર જોવા મળી રહી હતી. આમ ટ્રાફિક જામ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

પાલનપુર શહેરમાં રસ્તા પર નમાજ અદા કરવાના મામલે હવે પોલીસે ગુનો નોંઘ્યો છે. જાહેર રસ્તા પર જ ટ્રકને ઉભી રાખી દઈને નમાજ અદા કરવાને લઈ ટ્રાફિક જામ થયો હોય એવુ નજર આવતા સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ હવે આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો: લક્ષદ્વીપનો પતંગ સૌથી ઉંચે ચગશે, પ્રફુલ પટેલે કહ્યુ-PM મોદીના એક પ્રવાસથી જ ઉંચાઈ આંબી, જુઓ

રસ્તા પર જ નમાજ અદા કરવાને લઈ વાયરલ થયેલા વીડિયોને લઈ સ્થાનિક પોલીસે તપાસ શરુ કરી હતી. આ સાથે જ અન્ય વિગતો મેળવીને એરોમા સર્કલ નજીકની આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે આ અંગે ટ્રક અને ટ્રક માલિકની શોધખોળ શરુ કરી છે.

બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 14, 2024 09:38 PM