દારુ વેચવા અને પીવા પર અનાજની બોરીનો દંડ, પઠામડા ગ્રામજનોએ કર્યો નિર્ણય
દારુબંધી માટે બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં દંડની જોગવાઈ રોકડમાં નહીં પણ અનાજની બોરીની કરવામાં આવી છે. ગામના લોકોએ એકઠા થઈને દારુને લઈ સર્જાતી સમસ્યાઓથી તંગ આવી જઈને ગામના લોકોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે. જેમાં ગામના લોકોએ દારુ વેચનાર, પીનાર અને તેના અંગે માહિતી જાણતો હોવા છતાં છૂપાવનાર સામે અનાજની બોરીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.
આમ તો હાલમાં દારુબંધીને લઈ ગુજરાત ભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ બનાસકાંઠાના થરાદ તાલુકાના એક ગામના લોકો દારુની બદીથી પરેશાન થઈ ગયા છે. જેને લઈ ગામના લોકોએ એકઠા થઈને દારુબંધીનો અમલ કરાવવા માટે થઈને સરાહનીય નિર્ણય કર્યો છે. જેમાં દારુ વેચનાર, દારુ પીનાર અને દારુ અંગેની માહિતી છૂપાવનારા સામે દંડની કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના પ્રશાસકે સુંદર સ્થળને વિકસાવતા પહેલા ગુજરાતના આ શહેરની કાયાપલટ કરી હતી, જુઓ
જે મુજબ દારુ વેચનાર સામે 5 બોરી અનાજનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જ્યારે દારુ પીનાર અને દારુ અંગેની માહિતીને જાણીને પણ છૂપાવનારને માટે 2-2 બોરીના દંડની જોગવાઈ નક્કી કરવામાં આવી છે. ગામમાં દારુને લઈ પરેશાનીઓ ઉભી થવાને લઈ ગામના લોકોએ એકઠા થઈને આ નિર્ણય કર્યો છે. જેની ગ્રામજનો જ કડક અમલવારી કરાવનાર છે.
