Rajkot : તાત પર ઘાત ! વરસાદ બંધ થયો છતા ધોરાજી પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી, ખેડૂતોની હાલાકી યથાવત,જુઓ Video

Rajkot : તાત પર ઘાત ! વરસાદ બંધ થયો છતા ધોરાજી પંથકના ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી, ખેડૂતોની હાલાકી યથાવત,જુઓ Video

| Edited By: | Updated on: Oct 05, 2025 | 2:29 PM

રાજકોટમાં વરસાદ તો બંધ થયો છે. પરંતુ અનેક વિસ્તારોમાં સમસ્યાનો અંત આવ્યો નથી. રાજકોટના ધોરાજીના સૂપેડી ગામમાંથી હાલાકીનો સામનો આવ્યો છે. ધોરાજી પંથકમાં વરસાદ તો બંધ છે. પરંતુ ખેતરો હજુ પણ જળમાં ગરકાવ છે.

રાજકોટમાં વરસાદ તો બંધ થયો છે. પરંતુ અનેક વિસ્તારોમાં સમસ્યાનો અંત આવ્યો નથી. રાજકોટના ધોરાજીના સૂપેડી ગામમાંથી હાલાકીનો સામનો આવ્યો છે. ધોરાજી પંથકમાં વરસાદ તો બંધ છે. પરંતુ ખેતરો હજુ પણ જળમાં ગરકાવ છે. વરસાદના લીધે ખેતરોમાં ભરાયેલા પાણી હજુ ઓસર્યા નથી. પાણી ભરાવાને લીધે પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.સોયાબીન, મગફળી, એરંડા સહિત તુવેરનો પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની આશંકા છે.ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

ખેડૂતોનો આક્ષેપ છે કે જ્યારે લણવાનો સમય નજીક આવ્યો છે. ત્યારે જ વરસાદનું વિઘ્ન નડ્યું. ખેડૂતોએ ઉછીના રૂપિયા લઈ વાવેતર કર્યું હતું. પરંતુ, હવે તો વાવેતરથી લઈ ઉત્પાદન પાછળ જે કંઈ ખર્ચ કર્યો છે. તેનું પણ વળતર મળવાની આશા નથી. ત્યારે સરકાર સત્વરે કોઈ મદદ કરે તેવી ખેડૂતોની માગ છે. જેથી તેઓ શિયાળુ પાક માટે કોઈ વ્યવસ્થા કરી શકે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો