કોરોના-લોકડાઉનના ભયે, વતનની વાટ પકડતા સુરતના શ્રમજીવીઓ

કોરોનાના ( Corona ) કેસ જે ઝડપે સામે આવી રહ્યાં છે તેનાથી ચિંતીત થઈ ઉઠેલા પરપ્રાંતિય શ્રમજીવીઓ ( workers ) પોતાના માદરે વતન તરફ પ્રયાણ કરી રહ્યાં છે. આવા શ્રમજીવીઓને ડર છે કે, કોરોનાને નિયંત્રણમાં લેવા માટે ફરીથી લોકડાઉન ( lockdown ) ના આવે ?

| Updated on: Apr 09, 2021 | 10:40 AM

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ અને સુરતમાં (surat) કોરોનાની સ્થિતિ અતી ગંભીર છે. રોજબરોજ કોરોનાના ( corona) જે કોઈ આંકડાઓ સરકાર જાહેર કરે છે તેમાંથી 60 થી 70 ટકા દર્દીઓ સુરત અને અમદાવાદ શહેર-જિલ્લામાંથી જ આવે છે. આ સ્થતિને જોઈને લોકોમાં લોકડાઉન ( lockdown ) અંગે જે કોઈ કાનાફુસી થઈ રહી છે તેનાથી શ્રમજીવીઓમા ફડક પેઠી છે. પરીણામે આવા શ્રમજીવીઓએ વતનની વાટ પકડીને ચાલતી પકડી છે.

સુરતમાં કોરોનાના કેસ બહુ જ માત્રામાં સામે આવી રહ્યાં છે. કોરોનાના વઘતા કેસ અને ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને આપેલા લોકડાઉન નાખવા અંગેના નિર્દેશને પગલે, પરપ્રાંતમાંથી પેટીયુ રળવા માટે સુરત આવેલા પરપ્રાંતિય લોકો ફરી પોતાના વતન જઈ રહ્યાં છે. સુરત રેલ્વે સ્ટેશને ટ્રેનમાં બેસવા અને ટિકીટ માટે રેલ્વે સ્ટેશને, વતન જવા માટે પરપ્રાંતિયોની લાંબી લાંબી લાઈન લાગી હતી.

ગયા વર્ષે લાદેલા લોકડાઉન દરમિયાન અનેક પરપ્રાંતિય શ્રમજીવીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. ખાસ કરીને ટેક્સટાઈલ ક્ષેત્રે મજૂરી કરીને પેટીયુ રળતા પરપ્રાંતિય મજૂરોની હાલત અતિ કફોડી થવા પામી હતી. આ વખતે લોકડાઉન નાખવામાં આવશે તો શુ કરીશુ તેની ચિંતામાં જ કેટલાક તો હિજરત કરી રહ્યાં છે.

Follow Us:
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">