સુરેન્દ્રનગર વીડિયો : ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ, જગતના તાતને ખોટી રીતે ફટકારેલો દંડ માફ કરવાની માગ

સુરેન્દ્રનગર વીડિયો : ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ, જગતના તાતને ખોટી રીતે ફટકારેલો દંડ માફ કરવાની માગ

| Edited By: | Updated on: Jan 02, 2024 | 2:17 PM

સુરેન્દ્રનગરના રામગઢ ગામના ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ નોધાવ્યો છે. તો વીજ વિભાગની કચેરીમાં જ ખેડૂતોએ ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. 85 ખેડૂતને ખોટી રીતે વીજ ચોરીનો દંડ ફટાકર્યો હોવાની વાતને લઇને વિરોધ કરવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગરના રામગઢ ગામના ખેડૂતોનો વીજ વિભાગ સામે વિરોધ નોધાવ્યો છે. તો વીજ વિભાગની કચેરીમાં જ ખેડૂતોએ ખોટી રીતે દંડ ફટકાર્યો હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે. તો 85 ખેડૂતને ખોટી રીતે વીજ ચોરીનો દંડ ફટાકર્યો હોવાની વાતને લઇને વિરોધ કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા ખોટી રીતે 1 કરોડનો દંડ ખેડૂતોને આપવામાં આવ્યો હતો.

ખેડૂતોએ ખોટી રીતે દંડ આપ્યાની રજુઆત બાદ તપાસમાં ખુલાસાઓ થયા હતા કે વીજ વિભાગના અધિકારીઓ ઓફિસમાં બેસી ખેડૂતોના દંડ નક્કી કરતાં હોવાનું સામે આવ્યું છે. વીજ વિભાગની તપાસ બાદ 1 કરોડના દંડની રકમ ઘટાડી અને 26 લાખ કરી હતી. હજુ પણ અમુક ખેડૂતોને વીજ કનેક્શન નથી તેવા ખેડૂતોને વીજદંડ ફટકાર્યો છે. તો ખેડૂતોને ખોટી રીતે ફટકારેલો દંડ માફ કરવા જગતના તાતની માગ છે.

સૌની યોજનાનું પાણી આપવાની માગ

તો બીજી તરફ સુરેન્દ્રનગર પંથકના ખેડૂતોને સૌની યોજનાનું પાણી આપવાની માગ સાથે 20 ગામના ખેડૂતોની બેઠક મળી છે.સાયલા, ચોટીલા, મુળી તાલુકાના સરપંચોએ બ્રહ્માપુરી ગામમાં બેઠક યોજી હતી.જેમાં તેઓએ 20 ગામના તળાવો ભરવા અને સિંચાઇ તેમજ પીવાનું પાણી આપવાની સરકાર સમક્ષ માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે ચાલુ વર્ષે ચોમાસું નબળું ગયું હોવાથી મોટા ભાગના તળાવો હાલ ખાલી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો