ગીર સોમનાથ વીડિયો: શેરડીના પૂરતા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ! ચાલુ વર્ષે ખેડૂતોને મળ્યા ટન દીઠ 3500 રૂપિયા

ગીર સોમનાથ વીડિયો: શેરડીના પૂરતા ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ! ચાલુ વર્ષે ખેડૂતોને મળ્યા ટન દીઠ 3500 રૂપિયા

| Edited By: | Updated on: Jan 13, 2024 | 4:05 PM

ગીર પંથકની જમીન અને વાતાવરણ શેરડીના પાકને ખૂબ જ સાનુકુળ હોવાથી અહીં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન થાય છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી ગીર પંથકના ખેડૂતોને શેરડીના પૂરતા ભાવ નહોતા મળતા, પરંતુ આ વખતે શેરડીના ધાર્યા કરતા પણ વધુ ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

છેલ્લા બે ત્રણ વર્ષથી ગીર સોમનાથ પંથકના શેરડી પકવતા ખેડૂતોને પૂરતો ભાવ નહોતો મળતો. ખેડૂતોને એક ટન શેરડીનો ભાવ 1700થી 1800 રૂપિયા મળતો હતો. આ ભાવ ખેડૂતોને પોષાતો નહોતો, પરંતુ શેરડી વાવી દીધા પછી તેઓ પણ લાચાર હતા, પૂરતા ભાવ ન મળવાથી ખેડૂતો શેરડી સિવાયના અન્ય પાકો તરફ વળ્યા હતા. આ વર્ષે શેરડીની સીઝન શરૂ થતાં જ તેમને એક ટનનો ભાવ 2300 રૂપિયા મળ્યો અને હવે તેમાં પણ વધારો થતાં હાલ ખેડૂતોને ટન દીઠ 3500 રૂપિયા મળી રહ્યા છે. જેના કારણે ખેડૂતો ભારે ખુશ થયા છે.

આ પણ વાંચો-અમદાવાદમાં પોળના ધાબાના ભાડામાં તોતીંગ વધારો, પતંગરસિયાઓ હજારો રુપિયા ખર્ચી અહીં ઉત્તરાયણની માણે છે મજા, જુઓ વીડિયો

ગીર પંથકમાં શેરડીના મબલખ પાકને કારણે અહીં સૌથી વધારે ગોળનું ઉત્પાદન કરતા રાબડાઓ ધમધમે છે. એક ટન શેરડીમાંથી 135 કિલો જેટલો ગોળ બને છે, પરંતુ રાબડા ચલાવવા માટે 100 જેટલા મજૂરોની જરૂર પડતી હોય છે. એક તરફ ખેડૂતોએ શેરડી લેવા માટે ભાવમાં વધારો કર્યો છે. તો બહારના રાજ્યમાંથી જે ગોળ ગુજરાતમાં આવતો હતો તે પણ હવે બંધ થતા ગોળની ડિમાન્ડ વધી છે. પરંતુ ગોળ માલિકોને રોકાણ સામે પૂરતું વળતર નથી મળી રહ્યું.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો