વડોદરાના સાવલીના(Savli) મંજુસર જીઆઈડીસી(GIDC) દ્વારા ત્રણ ગામના ખેડૂતોની(Farmers) આશરે 250થી વધુ વિધા જમીનનો કબજો લેવાતા વિરોધ સર્જાયો છે. ખેડૂતોના પક્ષમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર આવ્યા હતા અને કામગીરી રોકાવી હતી.. ખેડૂતોનો આરોપ છે કે વર્ષ 2006માં GIDC દ્વારા નજીવા ભાવે જમીન ખરીદવામાં આવી હતી. ખેડૂતોએ સરકારે ચૂકવેલા નાણાંનો અસ્વીકાર કરીને બજાર ભાવ પ્રમાણે ચૂકવવાની માંગણી કરતા તે સમયથી નાણાં ટ્રેજરીમાં જમા છે.. આ બાબતે ખેડૂતોએ કોર્ટમાં અરજી કરી છે આ દરમિયાન જમીનનો કબજો લેવાની તજવીજ હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે. ધારાસભ્ય કેતન ઇનામદારે સંપાદનની કામગીરી હાલ પૂરતી અટકાવીને એમડી તેમજ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી યોગ્ય નિરાકરણની વાત કરી છે.
આ પણ વાંચો : Surat : પલસાણાની સૌમ્યા ડાઇંગ મિલમાં મોડી રાત્રે આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
આ પણ વાંચો : Ahmedabad માં ઓનલાઇન મંગાવેલી પનીર ભૂરજીમાં નીકળી આ વસ્તુ, ફૂડ પોઇઝનિંગ થયું