પોરબંદરમાં સોલાર યોજના મુદ્દે ખેડૂતોનો મોરચો, સોલાર કંપની અને PGVCL સામે કૌભાંડનો કર્યો આક્ષેપ, જુઓ Video
પોરબંદરમાં સોલાર યોજના મુદ્દે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. પોરબંદરના આદિત્યાણા ગામમાં 64 ખેડૂતોએ સૂર્ય શક્તિ યોજના હેઠળ ખેતરોમાં સોલાર ફીટ કરાવ્યા હતા. ત્યારબાદ તેઓ યોગેશ્વર ફીડરમાં પણ જોડાયા હતા.
પોરબંદરમાં સોલાર યોજના મુદ્દે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. પોરબંદરના આદિત્યાણા ગામમાં 64 ખેડૂતોએ સૂર્ય શક્તિ યોજના હેઠળ ખેતરોમાં સોલાર ફીટ કરાવ્યા હતા. ત્યારબાદ તેઓ યોગેશ્વર ફીડરમાં પણ જોડાયા હતા. PGVCL, શારસ્વત સોલાર કંપની અને ખેડૂતો આ ત્રિપક્ષીય એગ્રીમેન્ટ થયા હતા.વધારાની આવક મળશે તેમ જણાવતા ખેડૂતોએ સોલાર ફીટ તો કરાવી પરંતુ, તેને 5 વર્ષ વીતી જવા છતાં પાવર જનરેટ ન થતો હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. આ તમામ વચ્ચે હવે, PGVCLએ 50 હજારથી 2 લાખ સુધીના બિલો આપતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા ખેડૂતોએ PGVCL કચેરીએ વધુ એકવાર ઉગ્ર રજૂઆત કરી છે.
સોલાર કંપની અને PGVCL સામે કૌભાંડનો કર્યો આક્ષેપ
તો આ સોલાર યોજનામાં મસમોટું કૌભાંડ આચરાયું હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ સમગ્ર મામલે PGVCL અને શારસ્વત સોલાર કંપનીના સત્તાધીશો જવાબ ન આપતા હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે. કલેક્ટરથી લઈ CM હેલ્પલાઈન સુધી ફરિયાદ કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવ્યું. વીજ કંપનીના અધિકારીઓ જવાબ આપવાને બદલે ખેડૂતોએ અગાઉ રાજકીય દબાણમાં ફીડર બદલાવ્યાની વાત કરી રહ્યા છે.
ખેડૂતોની રજૂઆત બાદ PGVCLએ ખાતરી આપી છે કે સાત દિવસમાં તમામ તપાસ કરી વડી કચેરીએ રિપોર્ટ કરીશું. સોલાર કંપની સામે પણ જરૂરી કાર્યવાહી કરવાનો દિલાસો આપ્યો છે. છતાં પણ સવાલ ઉભો જ છે કે, ખેડૂતોને આવેલા લાખોના બિલનું શું.. જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને સરકાર તેમજ તંત્રને યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
