અમદાવાદ-થરાદ ભારત માલા પ્રોજેક્ટનો ખેડૂતોએ કર્યો વિરોધ, રેલી નિકાળી કરી રજૂઆત
ગાંધીનગરમાં ખેડૂતોએ ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કર્યો છે. બલરામ મંદિરથી કલેકટર કચેરીએ રેલી સ્વરુપે પહોંચીને 42 ગામના ખેડૂતોની જમીનનું સંપાદન થવાને લઈ વિરોધ રજૂ કર્યો હતો. આ માટે ખેડૂતોની રજૂઆત છે, કે અગાઉ રજૂઆતો કર્યા છતા કાચી નોંધ પડી ચુકી છે. સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતીની છે.
અમદાવાદ થી થરાદ વચ્ચે હાઈવે માર્ગ નવો તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ હાઈવેને ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ કરવામાં આવનાર છે. આ માટે થઈને ગાંધીનગર જિલ્લામાંથી જમીન સંપાદન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ માટે ખેડૂતોની જમીનની કાચી નોંધ પણ પડી ગઈ હોવાનો રોષ ખેડૂતોએ ઠાલવ્યો છે.
આ પણ વાંચોઃ દીવમાં મલ્ટી સ્પોર્ટ્સ બીચ ગેમ્સ 2024નો રંગારંગ પ્રારંભ, ભારતમાં પ્રથમવાર આયોજન
42 ગામના ખેડૂતોએ જમીન સંપાદનને લઈ વિરોધ નોંધાવતા ગાંધીનગરમાં બલરામ મંદિરથી કલેકટર કચેરી સુધી રેલી નિકાળી હતી. જ્યાં કલેકટર કચેરીએ પહોંચીને ખેડૂતોએ રજૂઆત કરી છે. ખેડૂતોએ રજૂઆત કરી હતી, કે અગાઉ રજૂઆતો કરવા છતાં કાચી નોંધ પડી ચૂકી છે અને હવે પારી નોંધ થઈ શકે છે. સંપાદન કરવામાં આવેલ જમીન ફળદ્રુપ અને ખેતી લાયક છે, જેથી અન્ય જમીન વિસ્તારમાંથી હાઈવે નિર્માણ કરવામાં આવે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 05, 2024 04:57 PM
