રાજકોટ : નકલી LCના કૌભાંડનો પર્દાફાશ, જાતિનો દાખલો કઢાવવા આવેલા અરજદાર પાસેથી મળ્યું નકલી LC

રાજકોટ : નકલી LCના કૌભાંડનો પર્દાફાશ, જાતિનો દાખલો કઢાવવા આવેલા અરજદાર પાસેથી મળ્યું નકલી LC

| Edited By: | Updated on: Jan 02, 2024 | 8:17 PM

બહુમાળી ભવનમાં જાતિના દાખલા માટે અરજી કરવા ગયેલા વ્યક્તિ પાસેથી બોગસ LC મળી આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે. અરજદાર અડધી કલાકના સમયગાળામાં જ બે અલગ-અલગ સરનેમ ધરાવતા લિવિંગ સર્ટિફિકેટ લઈ આવતા જાતિ વિકાસ વિભાગના અધિકારીને શંકા ગઈ હતી.

નકલીના કૌભાંડોની ભરમાર વચ્ચે રાજકોટમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટમાં નકલી LC બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. બહુમાળી ભવનમાં જાતિના દાખલા માટે અરજી કરવા ગયેલા વ્યક્તિ પાસેથી બોગસ LC મળી આવતા કૌભાંડનો પર્દાફાશ થયો છે.

આ પણ વાંચો રાજકોટ : રખડતા ઢોર પકડવા મનપાનો એક્શન પ્લાન, ઘરે બાંધેલા લાયસન્સ વગરના પશુઓ પણ પકડવામાં આવ્યા

અરજદાર અડધી કલાકના સમયગાળામાં જ બે અલગ-અલગ સરનેમ ધરાવતા લિવિંગ સર્ટિફિકેટ લઈ આવતા જાતિ વિકાસ વિભાગના અધિકારીને શંકા ગઈ હતી. અરજદારને આ અંગે પૂછતા ખુલાસો થયો કે અરજદારે 3500 રૂપિયા આપીને બોગસ LC લીધું હતું. અધિકારીએ સમગ્ર બાબતની પોલીસને જાણ કરી છે. પોલીસે ફરિયાદના આધારે 4 લોકોની પૂછપરછ હાથ ધરી છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો