Kutch : ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ, 1 મહિલા સહિત 12 આરોપીની ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં નકલી વસ્તુઓ સહિત અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ત્યારે કચ્છના ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ થયો છે. 1 મહિલા સહિત 12 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે.
ગુજરાતમાં નકલી વસ્તુઓ સહિત અધિકારીઓ ઝડપાવાનો સિલસિલો યથાવત છે. ત્યારે કચ્છના ગાંધીધામમાં નકલી EDની ટીમનો પર્દાફાશ થયો છે. 1 મહિલા સહિત 12 આરોપી પોલીસ સકંજામાં આવ્યા છે. EDના અધિકારીની ઓળખ આપીને વેપારી સાથે ઠગાઈ કરી હતી. નકલી અધિકારીઓએ રાધિકા જ્વેલર્સ નામની પેઢીમાં દરોડા પાડ્યા હતા.
લાખો રુપિયાના સોનાના દાગીના લઈ ફરાર
કાર્યવાહી દરમિયાન ₹25.25 લાખના સોનાના દાગીના ચોરી કરી ફરાર થયા હતા. ED અધિકારીઓ નકલી હોવાનો ખ્યાલ આવતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનો ખુલાસો થયો હતો. જો કે 15 દિવસ પહેલા નકલી દરોડાનો પ્લાન ઘડ્યો હતો.
મહિલા સહિત 12 આરોપીની ધરપકડડ
આરોપીઓએ ચોરેલ સોનું તેમજ તેમની પાસેથી મળી આવેલા વાહનો સહિત પોલીસે કુલ રૂપિયા 45.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી. ટેક્નીકલ સર્વેલન્સ, ખાનગી બાતમીદારો અને CCTV ફૂટેજના આધારે નકલી ED ગેંગનું પગેરું ઝડપી પાડવામાં આવ્યું હતું. હાલ 1 મહિલા સહિત 12 આરોપી પોલીસના સકંજામાં છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે.