વડોદરાના ડભોઈમાં બાળકોને કફ સિરપ આપનારા ઝોલાછાપ ડૉક્ટરની ધરપકડ, ડિગ્રી-લાયસન્સ વિના આપતો હતો દવા

વડોદરાના ડભોઈમાં બાળકોને કફ સિરપ આપનારા ઝોલાછાપ ડૉક્ટરની ધરપકડ, ડિગ્રી-લાયસન્સ વિના આપતો હતો દવા

| Edited By: | Updated on: Oct 15, 2025 | 1:50 PM

વડોદરાના ડભોઇ તાલુકામાં બેદરકારીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ખોટી દવા આપવાના કારણે બે બાળકોની તબિયત લથડી ગઈ હતી. આરોગ્ય વિભાગે પગલા લેતા કફ સિરપ આપનાર ડૉક્ટર ઝોલાછાપ હોવાનું સામે આવ્યુ છે. જે પછી  કફ સિરપ આપનાર નકલી ડૉક્ટર અશ્વિન પનોટેની અટકાયત કરવામાં આવી છે.

ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી

ગઇકાલે ઘટના સામે આવી હતી કે ડભોઇમાં સિરપ પીધા બાદ બાળકોની તબિયત લથડી હતી. બાળકોને સુડેક્સ DS નામની કફ સિરપ અપાઇ હતી. શરૂઆતમાં એવું સામે આવ્યું છે કે આરોપીએ વયસ્કોને આપવામાં આવતી કફ સિરપ બે નાનાં બાળકોને આપી હતી, જેના કારણે બાળકોની તબિયત બગડી ગઈ. જે પછી બંને બાળકોને ICUમાં એડમિટ કરવાની ફરજ પડી હતી. હાલ બંને બાળકોની તબિયત સ્થિર છે.

ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે તબીબી ડિગ્રી નથી

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે ડૉક્ટર પાસે કોઈ પણ પ્રકારનું લાયસન્સ કે તબીબી ડિગ્રી નથી. આરોપી માત્ર ધોરણ 12 સુધી ભણેલો હોવાનું સામે આવ્યું છે. દવાનો ઓવરડોઝ આપવાના કારણે આ ગંભીર ઘટના બની હતી. હાલ આરોપી સામે ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

કેટલા લોકોને દવા આપી તે દિશામાં તપાસ શરુ

ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસ હાથ ધરાઈ છે. આશંકા છે કે આ ડૉક્ટરે અગાઉ પણ આવા બનાવોમાં અનેક લોકોની તબિયત સાથે ખેલ કર્યો હોઈ શકે છે.#

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો