વડોદરામાં ઇતિહાસને સાચવવા ટાઇમ કૅપ્સ્યૂલનો પ્રયોગ, કેપ્સ્યૂલમાં ઐતિહાસિક વારસો બંધ

ઈતિહાસ સાચવવા આ ટાઇમ કૅપ્સ્યૂલનો પ્રયોગ થયો છે. ટાઈમ કેપ્સ્યૂલમાં ઐતિહાસિક વારસો સચાવવામાં આવ્યો છે. એક સદી બાદ નવી જનરેશનને ઐતિહાસિક વારસા અંગે માહિતી મળી રહેશે.

દેશમાં પ્રથમ વખત રેલવે દ્વારા 100 વર્ષ માટે એક ટાઈમ કૅપ્સ્યૂલ જમીનમાં ઉતારવામાં આવી. વડોદરાના પ્રતાપનગર ખાતે આવેલી ગાયકવાડી સમયની ઈમારતને 100 વર્ષ પૂરાં થતા અનેક વિવિધ કાર્યક્રમો યોજાયા. જેમાં એક સદી બાદ નવા જનરેશનને રેલવે અને આપણો ઐતિહાસિક વારસો શું હતો એ અંગેની માહિતી મળી રહે તે માટે ટાઈમ કેપ્સ્યૂલ બનાવવામાં આવી. અને ડીઆરએમ ઓફિસની સામેના ગાર્ડનમાં જમીનમાં ઉતારવામાં આવી. જેમાં અનેક અખબારની પ્રત, રાજા રવિ વર્માનાં ચિત્રો, ટ્રેન ટિકિટ સહિત વડોદરા અને ગુજરાતની ઓળખ સમાન વિશેષ ચીજવસ્તુઓ મુકાઈ.ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા કોરોનાની મહામારીની યાદગીરી માટે આ ટાઇમ કૅપ્સ્યૂલમાં એક માસ્ક પણ મૂકવામાં આવ્યું છે.જેથી વિશ્વમાં કેવી મહામારી આવી હતી તેનો પણ આગામી સદીમાં લોકોને યાદ રહે.

ઈતિહાસ સાચવવા આ ટાઇમ કૅપ્સ્યૂલનો પ્રયોગ થયો છે. ટાઈમ કેપ્સ્યૂલમાં ઐતિહાસિક વારસો સચાવવામાં આવ્યો છે. એક સદી બાદ નવી જનરેશનને ઐતિહાસિક વારસા અંગે માહિતી મળી રહેશે. આ ટાઈમ કેપ્સ્યૂલ 100 વર્ષ માટે જમીનમાં ઉતારાઈ છે. રેલ્વેની DRM ઓફિસની સામેના ગાર્ડનમાં ટાઈમ કેપ્સ્યૂલ ઉતારાઈ છે. લાઈન બોક્સમાં વિવિધ ઐતિહાસિક ચીજ વસ્તુઓ મૂકી 6 ફૂટ ઊંડા ખાડામાં ઉતારાઈ છે. અખબારની પ્રત, રાજા રવિ વર્માનાં ચિત્રો સહિત વિશેષ ચીજવસ્તુઓ તેમાં મુકવામાં આવી છે.  ગુજરાતની ઓળખ સમાન વિશેષ ચીજ વસ્તુઓનો ટાઇમ કેપ્સૂલમાં સમાવેશ થયો છે. ટાઇમ કૅપ્સ્યૂલમાં કોરોના મહામારીની યાદગીરી રૂપે એક માસ્ક પણ મુકવામાં આવ્યું છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati