Ahmedabad શહેરમાં કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી, સરદારનગરમાં રસ્તાનું વિચિત્ર રિસર્ફેસિંગ

તો બીજી તરફ કૉંગ્રેસે (CONGRESS) આ સમગ્ર મામલે AMCના અધિકારીઓ અને ભાજપ પર નિશાન સાધ્યું. પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો કે- ઊંચા ભાવે સિંગલ ટેન્ડર આપીને હલકી ગુણવત્તાના રોડ બનાવવાનું એ ભાજપના શાસનમાં એક સમાન્ય બાબત થઈ ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 2:18 PM

અમદાવાદમાં (Ahmedabad) અધિકારીઓની દેખરેખના અભાવે કોન્ટ્રાક્ટરો(Contractors) મનફાવે તેવા રસ્તા બનાવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોની (Contractors)લાલિયાવાડીનો નમૂનો શહેરના સરદારનગર (sardarnagar) વિસ્તારમાં જોવા મળ્યો. જ્યાં પોલીસ લાઈનથી (AIRPORT) એરપોર્ટની દિવાલ તરફ જતા રસ્તાના રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઈ હતી.

આ દરમિયાન રસ્તા પર સાઈડમાં બે ગાડીઓ પાર્ક કરેલી હતી. પણ કોન્ટ્રાક્ટર કે તેના કર્મચારીઓએ ગાડીઓ હટાવડાવવાની તસ્દી પણ નહોતી લીધી. અને ગાડી પાર્ક કરેલી હતી તે જગ્યા સિવાયના ભાગમાં રોડ બનાવી દીધો હતો. જે જોવામાં ખૂબ વિચિત્ર લાગે છે. મહત્વનું છે કે ઘણા વિસ્તારોમાં આ રીતે જ કામ ચલાવીને કરોડો રૂપિયાના ધુમાડા કરી દેવાય છે. કોર્પોરેશને ફક્ત ખાડા પૂરી રિસર્ફેસ કરવા અને કેટલાક સ્થળોએ નવા રસ્તા બનાવવા 250 કરોડ રૂપિયા ખર્ચવાનો નિર્ણય લીધેલો છે.

તો બીજી તરફ કૉંગ્રેસે (CONGRESS) આ સમગ્ર મામલે AMCના અધિકારીઓ અને ભાજપ પર નિશાન સાધ્યું. પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપ કર્યો કે- ઊંચા ભાવે સિંગલ ટેન્ડર આપીને હલકી ગુણવત્તાના રોડ બનાવવાનું એ ભાજપના શાસનમાં એક સમાન્ય બાબત થઈ ગઈ છે.સરદારનગરમાં રોડ બનાવતી વખતે તંત્રના જવાબદાર અધિકારીની ગેરહાજરી જ દર્શાવે છે કે રોડ બનાવવામાં કેટલી બેદરકારી દાખવવામાં આવે છે.કોન્ટ્રાક્ટરના ભરોસે હલકી ગુણવત્તાના રોડ બનાવવામાં આવે છે. કૉંગ્રેસે માંગ કરી છે કે બેદરકારી દાખવનારા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે અને હવેથી રોડ બનાવતી વખતે જવાબદાર અધિકારી હાજર રહીને સુપરવિઝન કરે.

આ પણ વાંચો : Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં વિવાદ, પરીક્ષાર્થીઓને પ્રવેશ ન અપાયાનો આક્ષેપ

આ પણ વાંચો : Vibrant Gujarat ના મુંબઇ રોડ-શોમાં મુખ્યમંત્રીનું સંબોધન, જાણો શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ ?

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">